Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

સવારે આછા વાદળા-પવન બાદ આખો દિ' અસહ્ય બફારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં વધારો

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે ધીમે - ધીમે ગરમીમાં વધારો થઇ રહ્યો છે મહત્તમ તાપમાનમાં સતત વધારો થતા લોકોને આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

ગઇકાલથી ફરી પાછી ગરમીનો સર્વત્ર અહેસાસ થઇ રહ્યો છે. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

આજે સવારે આછા વાદળા છવાયા હતા અને થોડીવાર પવનના સૂસવાટા પણ ફુંકાયા હતાં. ત્યારબાદ બફારામાં વધારો થયો છે.

ગઇકાલે અમદાવાદમાં ૩૬ ડીગ્રી, ડીસા ૩૮.ર, વડોદરા ૩૬.૪, સુરત ૩૯.પ, કેશોદ ૩૬.ર, જામનગર, ૩૮.પ, રાજકોટ ૩૯.પ, ભાવનગર ૩૭.૯, પોરબંદર ૩૪.૮, વેરાવળ ૩૩.પ, દ્વારકા ૩પ.૧, ઓખા ૩૪.પ, ભુજ ૩૭, નલીયા ૩પ.૧, સુરેન્દ્રનગર ૪૦, ન્યુ કંડલા ૩૮.૮, કંડલા એરપોર્ટ ૩૮.૬, અમરેલી ૩૮.૦, ગાંધીનગર ૩પ.૬, મહુવા ૩ર.૮, દિવ-વલસાડ ૩૪ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૯.પ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

તૌકલે વાવાઝોડાના પગલે થયેલા ધોધમાર વરસાદના પગલે અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોનું તાપમાન ૧૦ થી ૧ર ડીગ્રી સુધી ગગડયું હતું. અમદાવાદ શહેરમાં પણ મહત્તમ  તાપમાનનો પારો ૩૦ ડીગ્રીની આસપાસ આવી ગયો હતો, જે વચ્ચે ૪ર ડીગ્રી સુધી પહોંચ્યો હતો. જો કે વરસાદના વિરામ બાદ હવે ઉકળાટ અને બફારો વધવા લાગ્યો છે. ઉકળાટ વધતાં લોકો પરશેવે રેબઝેબ થવા લાગ્યા છે. બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો પણ ધીરે ધીરે ઉચકાઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૮.પ મહત્તમ ર૮ લઘુતમ  ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:53 am IST)