Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં જુનના શરૂઆતના દિવસોમાં પ્રિમોન્સૂન એકટીવીટી ગતિ પકડશે

બંગાળની ખાડી અને અંદામાનના દરિયામાં ચોમાસુ આગળ વધે તેવા અનુકુળ સંજોગોઃ વાવાઝોડુ તા.૨૫, ૨૬ (મંગળ- બુધ) ઓરીસ્સા, પશ્ચિમ બંગાળ બાદ બિહાર તરફ આગળ ધપશે

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે   આગામી ૪૮ કલાક દરમિયાન  દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં, તેમજ મોટાભાગના દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગો તેમજ સમગ્ર  અંદામાન સમુદ્ર અને અંદામાન ટાપુઓ તેમજ પૂર્વ મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રેખા આગળ વધે એવુ અનુકૂળ વાતાવરણ ગોઠવાય જાય એવી પુરે પુરી શકયતા છે.

એક સાઇકલોનિક સકયુલેશન સાઉથ ઇસ્ટ તેમજ તેને લાગુ મધ્યબંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી ૩.૧ કિ.મી.,૫.૮ કિ.મી.પર સક્રીય છે. જે આગામી ૨૪ કલાકમાં લો પ્રેસરમાં ફેરવાશે જે ઉતરોતર વધુને વધુ મજબુત બનીને અતિતિવ્ર વાવાઝોડા સુધી મજબુત થાય તેવી શકયતા છે.અતિતિવ્ર વાવાઝોડું ઓડીસા કોસ્ટ તરફ ગતિ કરશે. જે તા.૨૫/૨૬ ઓડીસા અને પશ્ચિમ બંગાળને અસરકર્તા વધુ રહે તેવી શકયતા. બાદ બિહાર તરફ ગતિ કરશે. સિસ્ટમ્સની અસરથી  આગામી દિવસો દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ક્રમશઃ આગળ વધે તેવી સંભાવના છે. ગઇકાલે એકલ દોકલ વાંકાનેર આસપાસના સિમિત વિસ્તારોમાં ઝાપટા કે વરસાદ પડેલ. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના ભાગો માં કોઇ કોઇ દિવસ કયાંક કયાંક પ્રિમોન્સુન એકટીવીટી જોવા મળશે. જોકે માસ આખરથી પ્રિમોન્સુન એકટીવીટીના વિસ્તારો વધુ જોવા મળી શકે છે. જુનના શરૂઆતના દિવસોથી પ્રિમોન્સુન વરસાદની ગતિમાં વધારો આવશે.

(12:51 pm IST)