Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

કોરોના કાળ દરમિયાન મોરબી નગરપાલિકા કોવિડ હોસ્પિટલની પ્રશ્સનીય કામગીરી

જૂની પ્રભાત હોસ્પિટલ ને ભાડે રાખી માત્ર બે જ દિવસમાં ૩૪ બેડની હોસ્પિટલ શરૂ કરેલ:

મોરબી : કોરોનાની વશ્વિક મહામારી થી ભારતના મોટા ભાગના રાજ્યોમાં જાનહાની થઈ છે જેમાં ગુજરાત પણ બાકાત નથી એક માસ પૂર્વે સમગ્ર ગુજરાતમાં કોરોના ના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ની અછત ઉભી થયેલી જેની અસર મોરબીમાં પણ પડેલ કોરોના દર્દીઓ ની ખરાબ હાલત જોતા સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો દ્વારા કોરોના કેર સેન્ટર ખોલવામાં આવેલ તેમ છતાં ઓક્સિજન વાળા દર્દીઓના બેડની માંગ રહેતા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા એ તાત્કાલિક નિર્ણય કરી મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ મોરબીમાં હાર્ટ સમા સાવસર પ્લોટ વિસ્તારની જૂની પ્રભાત હોસ્પિટલ ને ભાડે રાખી માત્ર બે જ દિવસમાં ૩૪ બેડની હોસ્પિટલ શરૂ કરેલ ગત ૨૧/૪/૨૦૨૧ ના રોજ આ મોરબી નગરપાલિકા કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ જેમાં એક માસમાં ૪૯ દર્દીઓને દાખલ કરવામાં આવેલ જેમાં ૮૦% દર્દીઓ ૧૫/૨૫ થી ૨૦/૨૫ સીટી સ્કોર સાથે ઓક્સિજન ની જરૂરિયાત વાળા હતા જેમાંથી ૩૩ દર્દીઓ સંપૂર્ણ કોરોના મુક્ત કરવામાં આવેલ અને ૯ દર્દીને ઓક્સિજન રિકવાયરમેંટ વધુ હોવાથી સેન્ટરલ ઓક્સિજન સિસ્ટમ વાળી હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ તેમજ ૭ દર્દીઓને વધુ સારવાર અર્થે મોટી હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ.

તારીખ ૨૦/૦૫/૨૦૨૧ ના રોજ મોરબી નગરપાલિકા હોસ્પિટલ બંધ કરવામાં આવેલ મોરબી નગરપાલિકા કોવિડ હોસ્પિટલ ની આ એક માસની સુંદર કામગીરી માટે મોરબી નગરપાલિકા સ્ટાફ તેમજ મોરબી નગરપાલિકા કોવિડ હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન સાંભળતા ડૉ. પરેશ પારીઆ, ક્રિટિકલ કેર ડૉ. મનુ પારીઆ, વિઝિટિંગ મેડિકલ ઓફિસર ડૉ. હાર્દિક જેસવાણી, ડૉ. અક્ષય પટેલ અને તમામ સ્ટાફનો મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આભાર વ્યત કરાયેલ.

(1:07 pm IST)