Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

પાટડીના પાનવા ગામે ઇંગ્લીશ દારૂની 968 બોટલો સાથે બોલેરો ઝડપાઇ: 4.69 લાખનો મુદામાલ જપ્ત

ને આરોપીઓ સીમમાં બોલરો ગાડી મૂકી ફરાર: સતત ચોથા દિવસે રાજસ્થાનથી ઝાલાવાડમાં ઇંગ્લીશ દારૂ ઠલવવાના કૌભાંડનો પર્દાફાશ

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.સહિતના પોલિસ સ્ટાફે બાતમીના આધારે દસાડા-શંખેશ્વર રોડ, પાનવા ગામ પાસેથી ઇંગ્લીશ દારૂની 968 બોટલો સાથે બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. આ બનાવમાં સુરેન્દ્રનગર એલસીબીએ ઇંગ્લીશ દારૂ અને ગાડી મળી રૂ. 4.69 લાખનો મુદામાલ ઝબ્બે કર્યો હતો. જ્યારે બંને આરોપીઓ સીમમાં બોલરો ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા. સતત ચોથા દિવસે રાજસ્થાનથી ઝાલાવાડમાં ઇંગ્લીશ દારૂ ઠલવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહિ/જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવી એક્શન પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.ડી.એમ.ઢોલ, પીઅેસઆઇ વી .આર .જાડેજા સહિત હિતેષભાઇ, અનિરુદ્ધસિંહ, જયેન્દ્રસિંહ, કુલદિપસિંહ, સંજયભાઇ અને દિલીપભાઇ સહિતના સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફના અગાઉથી બાતમી મળી હતી કે સફેદ કલરની બોલેરો પીક-અપ ગાડી નંબર GJ-08-AU-4421વાળીમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની જથ્થા સાથે પાટડી તાલુકાના દસાડા-શંખેશ્વર રોડ વડગામ ત્રણ રસ્તાથી પાનવા તરફ આવતી હોવાની પાક્કી બાતમી મળી હતી

 

જેના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફેદ કલરની બોલેરો પીક-અપ ગાડી નીકળતા રસ્તા વચ્ચે આડશ મુકી રોકી ગાડીને રોકવા જતા બોલેરો ચાલકે ગાડી ફુલ સ્પીડમાં પાછી વાળી ભાગવા જતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી વાહનમાં આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ પોતાની બોલેરો ગાડીને કાચા સીમ રસ્તે ચલાવી ધુળની ડમરીઓ ઉડાડી આગળ સીમ વિસ્તારમાં બોલેરો ગાડી રેઢી મૂકી બંને ઇસમો નાસી છૂટ્યો હતા. આ બોલેરો ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 967, કિંમત 1,69,050 તથા મહિન્દ્રા બોલેરો પીક-અપ ગાડી કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 4,69,050ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલિસ મથકના પીએસઆઇ જી.એન.શ્યારા ચલાવી રહ્યાં છે.

રાજસ્થાનથી ઝાલાવાડમાં દારૂ ઠલવવાના પર્દાફાસમાં સતત ચોથા દિવસે પાનવા ગામ પાસેથી ઇંગ્લીશ દારૂ ભરેલી ગાડી ઝડપાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર એલસીબી અને દસાડા પોલિસ વચ્ચે દારૂ પકડવા બાબતે હરીફાઇ હોય એમ 3 ગાડી એલસીબીએ તો 1 ગાડી દસાડા પોલિસે ઝબ્બે કરી છે.

(8:47 pm IST)