Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

લોયેજ ગામના સરપંચનો નવો અભિગમ :કોરોના ટેસ્ટ કીટ ખરીદી લક્ષણો દેખાતા લોકોના ફ્રી માં ટેસ્ટ કર્યા

બાકી રહેતા વિસ્તાર તથા વાડી વિસ્તારમાં રહેતા લોકો કોરોનાના લક્ષણો ઘરાવતા હોય તેવા લોકો આવી ટેસ્ટ કરાવી શકે છે

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના લોયેજ ગામ ના સરપંચ દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો. હાલ કોરોના ની મહામારી ને લય લોકો ને સામાન્ય શરદી ઉધરસ કે વાઇરલ ફીવર થાય તો પણ કોરોના હોવાનો ભય લાગે છે ત્યારે હાલ એન્ટિજન કીટની અછતના કારણે લોકોને ટેસ્ટ કરાવવા માં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે.

ત્યારે લોએજ મલ્ટીપર્પઝ હેલ્થ સર્વિસીસ તથા લોએજ ગ્રામ પંચાયત દ્વારા નવાપરા વિસ્તારમાં ધરે ધરે જઇ સર્વે કરવામાં આવ્યું અને જેટલા પણ લોકોને કોરોનાના લક્ષણો દેખાતા હોય તેવા લોકોનો સર્વે કરવામાં આવ્યો અને સરકાર પર નિર્ભર રહેવા ને બદલે લોએજ મલ્ટીપર્પઝ હેલ્થ સર્વિસીસ ના માધ્યમ થી બજારમાંથી કોરોના ટેસ્ટ કીટ ખરીદી લક્ષણો દેખાતા હતા તેવા લોકોના ફ્રી માં ટેસ્ટ કરવામાં આવ્યા. તથા આવતીકાલે ગામના બાકીના વિસ્તારમાં સર્વ કરવામાં આવશે. તથા આવતીકાલે બાકી રહેતા વિસ્તારના તથા વાડી વિસ્તારમાં રહેતા લોકો જે કોરોનાના લક્ષણો ઘરાવતા હોય તેવા લોકો આવી ટેસ્ટ કરાવી શકે છે તેવી ગામ ના સરપંચ રવિભાઈ નંદાણીયા એ અપીલ કરેલ છે.

(12:54 am IST)