Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જેતપુરમાં ભીમ અગીયારસના જૂગારના પાટલા મંડાતા જ પોલીસ ત્રાટકી ૧ર શખ્સોને રૂપિયા ૮૦ હજારના મુદામાલ સાથે પકડી પાડયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રર :.. ભાદરના સામાકાંઠા વિસ્તારમાં જૂગાર રમાતો હોવાથી બાતમીના આધારે ભાદરના સામાકાંઠા જનકલ્યાણનગરમાં જૂગાર અંગેની રેઇડ કરતા જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા મહેશ વલ્લભભાઇ જાદવ, બિપીન ચનાભાઇ ઝાપડીયા, વિજય છગનભાઇ કનેશરીયા, રાજેશ બચુભાઇ મકવાણા, કૌશકી રમેશભાઇ સીંગારીયા, સતાર આમદભાઇ બેલા, મગન ઉર્ફે તાલુ નવીનભાઇ મકવાણા, (રહે. તમામ ભાદર સામાકાંઠા) ગણપત પોપટભાઇ કાંજીયા (રહે. રામૈયા હનુમાન) તમામ શખ્સોને રોકડ રૂ. ૧૦,૧૪૦ તથા બાઇક-(૩) મળી કુલ રૂ. ૭૦,૧૪૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ પાડેલ.

અન્ય રેઇડમાં જાગૃતિનગર વિસ્તારમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે જાગૃતિનગરમાં જૂગાર અંગેની રેઇડ કરતા ગરબી ચોકમાં જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા હરેશ નાનજીભાઇ મકવાણા, ઇરશાદ યુનુસભાઇ પઠાણ, મોહીત પ્રકાશભાઇ ટાકોદરા, વિશાળ જીતેન્દ્ર પરમાર, (રહે. તમામ જાગૃતિનગર) ને રોકડા રૂ. ૧૦,ર૬૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ. આમ બન્ને રેઇડ દરમ્યાન શહેર પોલીસે ૧ર શખ્સોને રૂ. ૮૦,૪૦૦ ના  મુદામાલ સાથે પકડી પાડેલ.

દારૂ જપ્ત

જેતપુરના નવાગઢ ચોકડી પાસે શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન (જુનાગઢ તરફથી બાઇક પર ર શખ્સો દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે વાહન ચેકીંગ કરતા જુનાગઢ તરફથી આવતુ સ્પ્લેન્ડર મો. સ. નં. જીજે-૧૧-સીએફ-૭૯૦પ વાળાને રોકી તલાસી લેતા પાછળ બેઠેલ વ્યકિત પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ મળી આવતા પોલીસે બાઇક ચાલક હરેશ કાળાભાઇ ડાકી (રહે. શાપર) તેમજ કૈલાશ ઉર્ફે કેયુર કાળાભાઇ ડાકી (રહે. કેશોદ) બન્ને શખ્સોને ઇંગ્લીશ દારૂ બોટલ નં. ૬ કિ. ૧૮૦૦ તથા મો.સા. મળી કુલ રૂ. ૪૧,૮૦૦ ના મુદામાલ સાથે બન્ને શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

(1:18 pm IST)