Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કાલે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ

રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાશ્મીરને બચાવ્યું તું

જુનાગઢ તા. રર : કાલે તા.ર૩ : જુનના ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ છે.

ડો. શ્યામ પ્રસાદ મુખર્જીનો જન્મ તા. ૬/૭/૧૯૦૧ ના રોજ થયો હતો. માતૃભુમી માટેતેમણે તા.ર૩/૬/૧૯પ૩ ના દિવસે બલિદાન આપી દીધું હતું. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એટલે પોતાનુ બલિદાન આપીને કાશ્મીરને બચાવનાર મહામાનવ...એક શહીદ, બહુ જ ટુંકા જીવન દરમિયાન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાગ, બલિદાન અને સમર્પણની અમીટ છાપ મુકી ગયા. ડો. શ્યામ પ્રસાદ મુખર્જી અચ્છા શિક્ષણ શાસ્ત્રી, ઉત્તમ વહીવટીકર્તા, ઉતમ વકીલ શ્રેષ્ઠ પાર્લામેન્ટરિયન અમુલ દેશભકિતનું પ્રતિક હતા. ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતિ જન્માવી હતી. તેમણે કોઇ મુદે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા સતાનો મોહ એમને કયારે ડગાવી શકયો નહોતો તેમણે સ્વાર્થ માટે સત્યનો ભોગ કદી ચડાવ્યો નહતો.

સ્વભાવથી તેઓ શિક્ષણ ક્ષેત્રના માણસ હતા ૩૩ વર્ષની ઉમંરમાં જ કોલકતા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ બન્યા હતા. તેમના પિતા આશુતોષ મુખર્જી આ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ રહી ચુકયા હતા તેમણે પિતાનો વારસો બરાબર જાળવ્યો ભારતની સૌથી જુની યુનિવર્સિટીના તેઓ સૌથી નાની વયના ઉપકુલપતિ હતા પરંતુ નિર્ભયતા રચનાત્મક અભિગમ, સુસ્પષ્ટ કલ્પનાશકિત અને યોગ્ય આયોજન તથા વ્યવારૂ નીતીઓ દ્વારા તેમણે શિક્ષણ ક્ષેત્રે નવા નવા પ્રયોગો કર્યા પરિણામે કોલકતા યુનિવર્સિટી દેશની એક અગ્રગણ્ય યુનિવર્સિટી બની ગઇ વર્ષ ૧૯૩૪ થી ૧૯૩૮ ના ટુંકા  સમયમાં તેમણે પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી તેઓ ગોખણિયા શિક્ષણ પધ્ધતિથી વિરૂધ્ધ હતા.

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જેવી વ્યકિત રાજકારણમાં આવે ત્યારે ત્યાં પણ સાંસ્કૃતિક સંકલ્પના સાકાર કરવાનું લક્ષ્ય હોય એ સ્વભાવિક છે. કદાચ આ વિચારને લીધે તેમણે હિન્દુ મહાસભાનું માધ્યમ અપનાવ્યું અને તેના અખિલ ભારતીય અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા ગાંધીજીએ ખિલાફત આંદોલનને સમર્થન આપ્યું ત્યારે તેમણે જબરજસ્ત વિરોધ કરીને ચેતવણી આપી કે, આ રીતે ભાઇચારો પેદા નહી પણ મઝહબી કટ્ટરતાને પ્રોત્સાહન મળશે. નૌઆખલીમાં હિન્દુઓની થયેલી કત્લેઆમ પછી ગાંધીજીને આ વાત સમજાઇ.

વિભાજનમાં અડધા ઉપરાંતનું બંગાળ પાકિસ્તાનમાં ગયું હતું. ત્યાંના હિન્દુઓની સલામતી વિશે અપાયેલી ખાત્રીઓ તરફ નહેરૂ સરકાર આંખ મિચામણા કરતી હતી નહેરૂ-લિયાકત સમજુતીનો તેમણે વિરોધ કર્યા અને તા. ૮ એપ્રિલ ૧૯પ૦ ના દિવસે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.

આર.એસ.એસના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરૂજી (માધવરાવ સદાશિવરાવ ગોલવલકર) સાથેની તેમની મુલાકાતો પરિણામદાયી રહી હિન્દુ રાષ્ટ્રનો મુદો ડો. મુર્જીએ સ્વીકાર્યો હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું નથી તે તો અનાદિકાળથી અસ્તિત્વમાં છે જ એને મજબુત બનાવવું અને એ રિતે મુળભૂત સાંસ્કૃતિક પ્રાવહમાં સમગ્ર દેશને તરબોળ કરીએ તો આપણી ધરતી આપણી સંસ્કૃતિ આપણી પરંપરાને અનુકુળ રાષ્ટ્રીય માળખું રચાય. શ્રી ગુરૂજીએ એમની વાત બરાબર સાંભળ્યા પછી કહ્યું કે શું તમને આશિક રીતે મદદરૂપ થઇ શકુ થોડા ઘડાયેલા વિચારશીલ કાર્યકર્તા હું આપીશું તે પક્ષનું સંગઠન રચવામાંં મદદરૂપ થશે તેમ છતાં અમે ઇચ્છીએ ત્યારે તેમને પાછા પણ બોલાવી શકીશું.

દેશની એકતા અને અખંડિતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ મોત સ્વીકાર્યું સમાસધાન ન કર્યું કાશ્મીરનો કલમ-૩૭૦ મુજબ અલગ દરજજો તેમને માન્ય ન હતો કાશ્મીરનું અલગ બંધારણ, અલગ ધ્વજ, ભારતને સમાંતર વડાપ્રધાન (વજીરે આઝમ) અને રાષ્ટ્રપતિ (સદરે રિયાસત) ના હોદા તેમને માન્ય નહોતા. લદાખના નેતા શ્રી કુશલ બકુલાએ કાશ્મીરના ભારત સાથેના સંપૂર્ણ વિલીનીકરણને સમર્થન આપ્યું.

વર્ષ ૧૯પરના ઓગસ્ટમાં પ્રજા પરિષદે ફરીથી સંપૂર્ણ વિલીનીકરણને ઠરાવ એક ભવ્ય અને ઐતિહાસીક અધિવેશનમાંં કર્યો. આ ઠરાવમાં એવી સ્પષ્ટ ચેતવણી હતી કે, કાશ્મીર ખીણના લોકોને (શેખ અબ્દુલ્લા અને તેના ખાંધિયા મુસલમાનો) રસ ન હોય તો જમ્મુ અને લદ્દાખ સંપૂર્ણ વિલીનીકરણ સાધશે. દેશભરમાં થયેલા ડો. મુખર્જી  શ્રી વી.જી.દેશપાંડે, અને પં. પ્રેમનાથ ડોંગરાના ઝંઝવાતી પ્રવાસે જમ્મુમાં લડાયક માનસિકતા પેદા કરી ડિસેમ્બર ૧૯પર ના અંતમાં નારો લગાવ્યો. 'વિલીનીકરણ નહી તો કર નહી'  સેંકડોની સંખ્યામાં મુસ્લિમો પણ આ આંદોલનમાં જોડાતા પ.નહેરૂ અને શેખ અબ્દુલાએ ફેલાવેલા કોમવાદનું ફુગ્ગાની હવા નીકળી ગઇ.પછી આંદોલકારીઓ સામે જુલમો સિતમનો દોર ચાલ્યો શ્યામાપ્રસાદ મુખર્જી ખુબ વ્યથિત હતા.

ડો. મુખર્જીનું મૃત્યુ સ્વાભાવિક નહોતું એ ડોકટરી ગફલત કે યોજનાનું પરિણામ હતું પુરાવા તબીબી ખુનનો સંકેત આપતા હતા તબિયત લથડી ત્યારે માત્ર જુનીયર ડોકટર હતો તેણે પોતાના ઉપરી ડોકટરને ફોન કર્યો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પરિસ્થિતિની ગંભીરતા વિશે જાણ કરી પણ તેમણે કશું ધ્યાન પર લીધુ નહી એવું પણ કહેવાય છે કે, ડોકટરે તેમને એક ઇન્જેકશન આપ્યું પછી નર્સને એક પડીકી આપીને જાગે ત્યારે આપી દેવા કહ્યું હતું. ડો. મુખર્જી ભાનમાં આવ્યા એટલે નર્સે એ પડીકી આપી અને પછી રડી પડી હતી એવુ દવાખાનાના સૂત્રોએ કહ્યું હતું. આવા અનેક પુરાવા સાથે તે વખતે જનસંઘે એક પુસ્તિકા પ્રગટ કરી હતી. મથાળું હતું. 'મૃત્યુ યા હત્યા નહેરૂજી જવાબ દે?'

રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કલમ ૩૭૦ અડચણરૂપ હતી જમ્મુ કાશ્મીરને આ કલમ શેષ ભારતથી અલગ રાખતી હતી. કેટલાક સ્વાર્થી લોકોએ ૭૦ વર્ષ સુધી આ કલમને સાચવી રાખી કલમ-૩૭૦ અને કલમ-૩પ એ જમ્મુ-કાશ્મીરને અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થાઓને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્યું નહતું. પાકિસ્તાન દ્વારા આ બંને કલમોનો ઉપયોગ દેની વિરૂધ્ધ કેટલાક લોકોની ભાવનાઓને ભડકાવવા માટે એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં લગભગ ૪ર,૦૦૦ નીર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે.

જમ્મુ-કાશ્મીર લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. હવે દેશના તમામ નાગરીકોના હક્ક એક સરખા છે.અને જવાબદારી પણ એક સરખી  જ છે હવે એક દેશમાં બે સવિધાન અને બે ધ્વજની બાબત ભૂતકાળ બની ગઇ. કલમ ૩૭૦ દેશની એકતા અખંડિતતામાં બાધક હતી અને એને રદ કરવા માટે જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ તેમજ લાખો દેશભકતો, સેંકડો કાર્યકર્તા, હજારો વીર સૈનિકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે.

કવિયત્રી ડો. ઉર્મીલાએ કાવ્યમાં લખ્યું.

તુમ શાંતિ-સર્પિણી કા સારા, વિષ સ્વયં પચાકર ચલે ગયે.

ખુદ કો ન બચા પાયે લેકિન, કાશ્મીર બચાકર ચલે ગયે.

સંકલનઃ

પ્રદિપભાઇ ખીમાણી

ભાજપ પ્રદેશ નગરપાલિકા

 સેલના પ્રદેશ કન્વીનર-જુનાગઢ-

મો.૯૪ર૬૭ ૧૭૦૦૦

(1:20 pm IST)