Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કચ્છના ધાણેટી ગામે દીકરી સાથે અડપલાં કરનાર પ્રૌઢની રોષે ભરાયેલા મા બાપે હત્યા કરી

બિન વારસુ લાશ મળ્યા બાદ ભેદ મોબાઈલના વીડિયોએ ખોલ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :  કચ્છમાં ભુજ તા.ના ધાણેટી ગામે લાખા હીરા કોલી નામના પ્રૌઢની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે મૃતકની લાશ અંગે પુત્રી લછુબેન કોલીને જાણ થતાં તે દોડી ગઈ હતી. દરમ્યાન ગામના યુવાને લછુબેનને જણાવ્યું હતું કે, અરવિંદ પાંચા કોલી અને તેની પત્ની રાધાબેન બન્ને તેના પિતાને ધોકા વડે મારતાં હતા અને તેનો વીડિયો પણ છે. મોબાઈલમાં ઉતારેલા આ વીડિયો થકી મૃતકની પુત્રીએ પોલીસ ફરિયાદ કરી હતી. દરમ્યાન મૃતકની હત્યાનું કારણ તેણે આરોપીની ૫ વર્ષની દીકરીની છેડતી કરી હતી એટલે ગુસ્સે ભરાયેલા આરોપી અરવિંદ અને રાધાબેને સાથે મળી લાખાભાઈની હત્યા નીપજાવી હતી. મૃતક લાખાભાઈ ગામમાં ભિક્ષુક વૃત્તિ દ્વારા ગુજરાન ચલાવતો હતો તેની પત્ની મૂંગી બહેરી છે. બે પુત્રીઓ પરણી ગઈ છે. પોલીસે આરોપીઓની અટક સહિત વધુ તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)