Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જૂનાગઢ ઉમરાળામાં પીજીવીસીએલની બેદરકારીથી પ્રજા પરેશાન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃતા.૨૨ જીલ્લા પંચાયત પૂર્વ અધ્‍યક્ષ તથા વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન મહેશભાઇ અખેડની યાદી મુજબ ઉમરાળા ગામે ૧૫થી ૨૦ કલાક કાપ મૂકાય છે. જેથી વાડી વિસ્‍તારમાં રહેતા મજૂરોને સિંહ તથા દિપડાનો ભય રહે છે.
વારંવાર જતી લાઇટોની ફરિયાદ કરવા છતાં જવાબ અપાતો નથી. લાઇટ જતા બિલખા સબ-ડિવિઝનના ડેપ્‍યુટી ઇજનરોને ફોન કરાતા  ફોન ડાયવર્ટ કરી દેવાય છે અથવા ફોન ઉપાડતા નથી. ગામમાં અનેક જગ્‍યાએ લટકતા તાર નમી ગયેલા થાંભલાની તકલીફો છે. ઉમરાળા ગામ રાજય સરકારના માજી ધારાસભ્‍ય રત્‍નાબાપા ઠુંમર, જીલ્‍લા પંચાયતના માજી સભ્‍ય ધનજીભાઇ ઠુંમર માજી તાલુકા પંચાયત સભ્‍ય અનિરૂધ્‍ધસિંહ વાળા તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઇ પટેલનું હોવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા લેવાતા નથી. જેથી તાત્‍કાલીક ફિડર રીપેર કરવાની માંગ કરાઇ છે. જો આમ નહિ થાય તો ખેડૂતો કલેકટરને આવેદન પત્ર આપશે.

 

(10:39 am IST)