Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગોંડલમાં ભુગર્ભ ગટરના ખાડામાં મોપેડનું વ્‍હીલ આવી જતા પટકાયેલા આધેડનું મોત

પાડાના વાંકે પખાલીને ડામની કહેવત મુજબ જવાબદારીના બદલે મૃતક વિરૂધ્‍ધ જ અકસ્‍માતનો ગુન્‍હો નોંધવામાં આવ્‍યો

ગોંડલ, તા., રરઃ  રોડ રસ્‍તા કે નેશનલ હાઈવે પર અકસ્‍માત ની ઘણી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગોંડલ શહેરના મોવિયા રોડ પર રેતી ચોકમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં નવાગામ રામપરાના આધેડ લ્‍યુના મોપેડ નું વ્‍હીલ ફસાઈ જવા સાથે પડી ગયેલા હોય જેનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હોય રાજમાર્ગો પર ભૂગર્ભના ખાડા ખુલ્લા રખનાર જવાબદાર તંત્ર સામે ગુનો નોંધવાની બદલે ખુદ મળતક વિરુદ્ધ જ અકસ્‍માતનો ગુનો નોંધાયો હોય ચર્ચાનો વિષય બની જવા પામ્‍યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના નવા ગામ રામપરા ખાતે રહેતા ચનાભાઇ પરમાર પોતાના  મોટરસાયકલ પર  મોવિયા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડા મા  પડી જતા સર્જાયેલા અકસ્‍માતમાં ગંભીર રીતે ઘવાયા હતા.પ્રથમ ગોંડલ અને  બાદ મા રાજકોટ હોસ્‍પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું મોત નીપજ્‍યુ  હતુ.બનાવ અંગે પોલીસતંત્રએ  મળતક ચનાભાઈ વિરુદ્ધ જ શષ્ટણૂ કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધ્‍યો હતો.
અકસ્‍માત જોનારા લોકોમાં આ અંગે ચર્ચાઓ થવા લાગી હતી કે વાસ્‍તવમાં ભૂગર્ભ ગટર નો ખાડો ખુલ્લો રાખનાર જવાબદાર તંત્ર સામે ગુન્‍હો નોંધાવો જરૂરી હતો પરંતુ અહીંયા તો ઊલટી ગંગા રહેવા પામી છે.

 

(12:06 pm IST)