Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આટકોટમાં લોકોએ રોડના ખાડા બુર્યા

આટકોટ માં લાખો ના ખર્ચ બનેલા રોડ પર ગાબડાં પડ્યાં હતાં પણ તેને રીપેરીંગ કરવામાં આવ્યા નહોતા તે વધારે વધારે થતું જતું હતું પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતાં. લાખો ના ખર્ચ બનેલા રોડ તુટવા માંડ્યા છે શ્યામાપ્રસાદની ગ્રાન્ટ માંથી આ રોડ બનેલ છે પણ પોસ્ટ ઓફિસ પાસે સ્વામિનારાયણ મંદિર પાસે રોડ તુટવા માંડ્યા છે જેમાંથી કાંકરી નિકળી ગય છે હજુ સુધી તેને રીપેરીંગ કરવામાં આવ્યો નહીં સ્થાનિક લોકો એ પડેલા ખાડા માં મોરમ નાખી બુરયો હતો. (તસવીર - અહેવાલ : કરશન બામટા)

(12:15 pm IST)