Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સી.આર. પાટીલ ર દિવસ સુરેન્દ્રનગરના પ્રવાસે

બાઇક રેલી, રોડ શો પેજ સમિતિ સંમેલન, સરપંચ સંવાદ કાર્યક્રમ સહિતના આયોજન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રર : આજે બે દિવસના પ્રવાસે સી આર પાટીલ સુરેન્દ્રનગરમાં આવશે. આજે સાંજના ભવ્ય સ્વાગત સાથે અનેક કાર્યક્રમોનું શુભારંભ કરવામાં આવશે ઠેરઠેર સી આર પાટીલ નું ભવ્ય સ્વાગત ભાજપના યુવા કાર્યકરો લઇ અને દરેક કાર્યકરો દ્વારા અભિવાદન સમારંભ  કરાશે.

આજે બુધવારે બાઇક રેલી તથા રોડ શો કરશે        ઉપાસના સર્કલથી શ્રી એમ.પી.શાહ આર્ટ્સ, સાયન્સ કોલેજ,        સાંજે ૦૬ કલાકે પેજ સમિતિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. એમ.પી.શાહ આર્ટ્સ, સાયન્સ કોલેજ, સાંજે ૦૬.૪૫ કલાકે સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક કરશે પ્રેસિડેન્ટ હોટલ, રાત્રે ૦૮.૩૦ કલાકે  યોજાશે.

કાલે તા. ૨૩ ને ગુરુવાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે        સર્કિટ હાઉસ, રાજકોટ રોડ, સવારે ૦૯.૦૦ કલાકે સંતો-મહંતો, સાહિત્યકારો, કલાકારો તેમજ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે       શ્રી સી.યુ શાહ મેડિકલ હૉલ, GIDC, સવારે ૧૦.૦૦ કલાકે દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા શ્રમિકો સાથે બેઠક કરશે  પંડિત દીનદયાળ હૉલ, ઓમકાર વિધ્યાલયની બાજુમાં, સવારે ૧૧.૧૫ કલાકે પરિવાર ક્ષેત્રના આગેવાનશ્રીઓ સાથે બેઠક કરશે પ્રેસિડેન્ટ હોટલ  બપોરે ૧૨.૩૦ કલાકે શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ, કર્મચારીઓ સાથે બેઠક કરશે પંડિત દીનદયાળ હૉલ, ઓમકાર વિધ્યાલયની બાજુમાં,   બપોરે ૦૨.૦૦ કલાકે સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સ્વૈચ્છિક સંગઠનનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે      આનંદ ભવન, બસ સ્ટેન્ડ રોડ, બપોરે ૦૩.૦૦ કલાકે , સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે        શ્રી સી.યુ.શાહ મેડિકલ હૉલ, GIDC,        સાંજે ૦૪.૦૦ કલાકે, ડોકટર, સી.એ, વકીલો, એન્જિનિયરો, ઉદ્યોેગપતિઓ, વેપારીઓ તથા બિલ્ડરો સાથે બેઠક કરશે. કરશે    પંડિત દીનદયાળ હૉલ, ઓમકાર  વિધ્યાલયની બાજુમાં,  તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, સાંજે ૦૫.૦૦ કલાકે સાથે તારીખ ૨૩/૬ બપોરે ૧૦.૪૫ કલાકે જોરાવરનગર શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃધ્ધો ની જાત્રા બસને સી આર પાટીલ પ્રસ્થાન કરાવશે જેમાં કવરેજ કરવા પત્રકારો ને પધારવા હાર્દિક નિમંત્રણ છે.

(12:16 pm IST)