Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મોરબીમાં ૫૦૦થી વધુ સ્‍થળે અંદાજે ૧.૩૭ લાખ લોકો યોગમય બન્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૨:  વિશ્વ સ્‍તરે યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીની સમાંતર મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્‍યક્ષ સ્‍થાને પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લામાં ૪૮૩ જેટલા મુખ્‍ય સ્‍થળોએ તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે ૧.૩૭ લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.
વર્ષ ૨૦૧૫ થી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રસ્‍તાવને મંજૂરી મળતા દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૮માં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ‘માનવતા માટે યોગ'ની થીમ સાથે રાષ્‍ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લા પંચાયત -મુખશ્રી ચંદુભાઇ શિહોરાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસના જવાનો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉમંગભર ભાગ લઇ યોગમય બન્‍યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્‍યું હતું કે, ભારતીય સંસ્‍કળતિના આગવા અંગ એવા યોગને વડાપ્રધાને વિશ્વ સમક્ષ મુકયું અને વિશ્વએ તેને સ્‍વિકારી લીધું. આપણા જીવનમાં યોગનું વિશેષ મહત્‍વ રહેલું છે. નિયમિત યોગ કરવાથી માનવીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત માનસિક તેમજ શારીરિક શાંતિ અને વિકાસમાં પણ યોગનું મહત્‍વનું યોગદાન છે. નાલંદા તેમજ તક્ષશિલા વિદ્યાપીઠના ઉદાહરણ ટાંકી તેમણે જણાવ્‍યુ હતું કે, તન-મનની તંદુરસ્‍તી માટે યોગનું આદીકાળથી ખૂબ મહત્‍વ રહ્યું છે. વધુમાં તેમણે સૌને યોગને જીવનનું અંગ બનાવી દરરોજ યોગ કરવા અપીલ કરી હતી
મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્‍ય કાર્યક્રમમાં અંદાજે ૩૫૦૦ થી વધુ લોકોએ યોગાસન અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણીનો ભાગ બન્‍યા હતા. ઉપરાંત જિલ્લામાં ૪૮૩ જેટલા મુખ્‍ય સ્‍થળોએ યોજાયેલા તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે ૧,૩૭,૦૦૦થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે સૌએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેમજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નાયબ પોલીસ અધિક્ષક એમ.આઇ. પઠાણ, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરિયા સહિત અગ્રણીઓ, ઔદ્યોગિક સાહસિકો, અધિકારીઓ, કર્મચારીઓ,યોગા ટ્રેનર્સ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્‍યામાં યોગ સાથે જોડાયા હતા.
 મણિમંદિર-મોરબી ખાતે આઇકોનિક પ્‍લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
 આઝાદી કા અમળત મહોત્‍વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્‍ટ્રના મહત્‍વના ૭૫ આઈકોનિક સ્‍થળોએ તેમજ ગુજરાત રાજયના પણ મહત્‍વના ૭૫ આઈકોનિક સ્‍થળોએ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન થયુ જેમાં મોરબીના પણ બે સ્‍થળોનો સમાવેશ થયો હતો. મોરબી જિલ્લામાં બે એતિહાસિક અને પૌરાણિક મહત્‍વ ધરાવતા સ્‍થળો એવા મણિમંદિર-મોરબી તેમજ રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના  ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્‍વ ધરાવતા આઇકોનિક સ્‍થળોએ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોરબી જિલ્લાના બે સ્‍થળો એવા મણિમંદિર-મોરબી તેમજ રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે પણ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ આપણા સાંસ્‍કળતિક મૂલ્‍યો કે આપણી સભ્‍યતા છે જ્‍યારે આવા ઐતિહાસિક કે પૌરાણિક સ્‍થળો એ આપણી સાંસ્‍કળતિક ધરોહર છે ત્‍યારે આજે આ કાર્યક્રમમાં સાંસ્‍કળતિક મૂલ્‍યો, સભ્‍યતા તેમજ સાંસ્‍કળતિક ધરોહરનું જાણે મિલન થયું હતું. મણિમંદિર ખાતે અંદાજીત ૬૫૦ થી   વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
 મોરબીની સબ જેલના સ્‍ટાફ અને કેદીઓએ યોગાભ્‍યાસ કર્યા
 વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબીની સબ જેલમાં સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ સિવિલ હોસ્‍પિટલ મોરબીના ખ્‍યાતીબેન ઠકરારે યોગ વિષે વક્‍તવ્‍ય આપ્‍યુ હતું તેમજ યોગ ટ્રેનર જીગ્નેશભાઈ, રૂપલબેન, પ્રદીપભાઈ, સોનલબેન અને હેત્‍વીબેને યોગ નિદર્શન આપ્‍યું હતું.
જેલના અધિક્ષક, કર્મચારીઓ અને બંદીવાનોએ આસન, પ્રાણાયામ, મેડિટેશન શીખવાડ્‍યા હતા જે યોગાભ્‍યાસમાં કર્મચારીઓ અને કેદીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો ઉપરાંત કોરોના મહામારીને ધ્‍યાને લઈને રોગપ્રતિકારક શક્‍તિ વધારવા યોગાસન, પ્રાણાયામનું શું મહત્‍વ છે તે અંગે જેલ અધિક્ષક કે એસ પટણીએ માર્ગદર્શન આપ્‍યું હતું અને બંદીવાનોને સ્‍વસ્‍થ રહેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
 મોરબીના પૂજ્‍ય શ્રી કેશવાનંદબાપુ વેદવિદ્યાલય ખાતે ઋષીકુમારોએ યોગ કર્યા.
 મોરબીના બેલા પાસે આવેલા પૂજ્‍ય શ્રી કેશવાનંદ બાપુના ખોખરા હનુમાન આશ્રમે પુ. કનકેશ્વરી માતાજી દ્વારા વર્તમાન સમયમાં સાષાો, વેદ ઉપનિષદ ના જ્ઞાનની ખુબ જરૂર જમતા આશ્રમ ખાતે ઋષિકુમારો માટે ખાસ વેદના અભ્‍યાસનું આયોજન કરવામાં આવ્‍યું છે. અને વિદ્વાન શાષાીઓ દ્વારા અંદાજે ૧૫૦ જેટલા ઋષીકુમારો અહીં વેદનો અભ્‍યાસ કરી રહ્યા છે.પૂ. માતાજી દ્વારા આ ઋષિકુમારો માટે રહેવા જમવા સહિત તમામ વ્‍યવસ્‍થા પુરી પાડવામાં આવી રહી છે. આંતરરાષ્‍ટ્રીય યોગદિવસ પર અહીં ઋષીકુમારો પણ યોગમાં જોડાયા હતા.
મોરબીની ત્રણ શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા સંયુક્‍ત રીતે યોગ દિવસની ઉજવણી
 મોરબી સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્‍સ કોલેજ, એમ. એમ. સાયન્‍સ કોલેજ તથા જી. જે. શેઠ કોમર્સ કોલેજના પ્રાંગણમાં સંયુક્‍તરૂપે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના આ કાર્યક્રમમાં સર્વોદય એજયુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ મહેતા, ટ્રસ્‍ટી દેવાંગભાઈ દોશી તથા અતિથિ વિશેષ સ્‍થાને મોરબી સિવિલ હોસ્‍પિટલના ડો. સોમ્‍યા મિશ્રા ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમમાં પ્રિ. કે. આર. દંગી, પ્રિ. એચ. સી. માંડવિયા, અધ્‍યાપક ગણ, બિનશૈક્ષણિક કર્મચારી ગણ, એન. સી. સી. કેડેટ, એન. એસ .એસ. સ્‍વયં સેવકો તથા ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સામેલ થયેલ.
સવારે આઠ વાગ્‍યે શરૂ થયેલી કાર્યક્રમના પ્રથમ ચરણમાં સરળ સ્‍વરૂપના પરંતુ ઉપયોગી એવા વિવિધ આસનો અને વિવિધ કસરત દ્વારા યોગ કરવામાં આવેલ. અંજલી હળવદિયા, જયદીપ ડાંગર તથા વિશાલ જાદવ દ્વારા યોગનું આ સેશન ચલાવવામાં આવેલ. ઉપસ્‍થિત મહાનુભાવોએ યોગના મહત્‍વ અંગે પ્રસંગોચિત ઉદ્દબોધન કરેલ. કાર્યક્રમનું સમગ્ર આયોજન કૅપ્‍ટાન (ડૉ.) બી. એમ. શર્માના નેતળત્‍વ હેઠળ એન. સી. સી. યુનિટ દ્વારા કરવામાં આવેલ. જેમાં એન. એસ. એસ. વિભાગ સામેલ થયેલ. કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર (ડો.) રામ વારોતરીયા દ્વારા કરવામાં આવે છે. આભાર વિધિ પ્રિ. માંડવીયા દ્વારા કરવામાં આવેલ.
 બીજા ચરણમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં સી. એસ. સી. કેન્‍દ્રના ઇન્‍ચાર્જ દીપેન ભટ્ટ, મોરબી સિવિલ હોસ્‍પિટલ સ્‍ટાફ, આર્મી ઈમરજન્‍સી બ્‍લડ ગળપના જગદીશ વનોલ-સુખવિન્‍દર અને તેમની ટીમે સુચારુ વ્‍યવસ્‍થા ગોઠવેલ. સૌ પ્રથમ ડૉ. શર્મા, ડૉ. વારોતરીયા તથા દીપેન ભટ્ટ દ્વારા બ્‍લડ ડોનેટ કરવામાં આવેલ. ત્‍યાર બાદ એન. સી. સી. કેડેટ, એન. એસ. એસ. સ્‍વયંસેવકો, સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા બ્‍લડ ડોનેટ કરી કુલ ૨૭ બોટલ બ્‍લડનું દાન કરવામાં આવેલ.
  બ્રહ્માકુમારીઝ દ્વારા રાજયોગ-યોગાસનનો અભ્‍યાસ કરાવાયા

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા   વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ તથા રાજયોગ શિબિર રાખવામાં આવી હતી. યોગને આપણા જીવનમાં અતિ આવશ્યક માનવામાં આવે છે. શાષાોમાં પણ યોગને નિત્ દિનચર્યામાં સ્થાન આપવામાં આવેલ છે. જેમ શારીરિક સ્વાસ્થ્ માટે વ્યાયામનું મહત્ છે. રીતે માનસિક સ્વાસ્થ્ માટે મેડિટેશનનું પણ એટલું મહત્ છે.

તો આજ રોજ બ્રહ્માકુમારી સંસ્થા મોરબી દ્વારા બી.કે. ડો. ભૂમિ ઝાલરીયા (ફિઝિયોથેરાપિસ્) દ્વારા લોકોને કસરત-વ્યાયામ કરાવવામાં આવ્યા હતા તથા સંસ્થાના વરિષ્ઠ રાજ યોગીની બી.કે. ચંદ્રિકાબેન, બી.કે. ઉષાબેન, બી.કે. અલ્કાબેન,બી.કે. નિશાબેન.બી.કે. જુલીબેન અને બી.કે.જીજ્ઞાબેન દ્વારા લોકોના માનસિક સ્વાસ્થ્યની સુખાકારી તથા જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે રાજયોગ દ્વારા મેડીટેશન કરાવવામાં આવ્યું હતું.

 લાઈફ મિશન યોગ પરિવાર દ્વારા યોગ શિબિર યોજાઈ 

 ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે દેશભરમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજે મોરબીમાં રાધે પાર્ટી પ્લોટ ખાતે સવારે ૬થી વાગ્યા દરમિયાન લાઇફ મશીન યોગ પરિવાર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી વાસીઓએ યોગાભ્યાસ કર્યો હતોગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયાના આયોજનને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું અને દર વર્ષે આવા આયોજન તેઓ કરે ઈચ્છા તેવી ઈચ્છા પણ વ્યક્ કરી હતી.

અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે મોરબીમાં યોગાચાર્ય સ્વામી રાજશ્રીમુનિના શિષ્ રાજેશ્વરી મૈયાના સાનિધ્યમાં યોગ દિન નિમિતે સવારે થી વાગ્યા દરમિયાન રાધે પાર્ટી પ્લોટ, લિલાપર કેનાલ રોડ ખાતે યોગ શિબિરનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોથી માંડીને વળદ્ધ વયના  શિબીરાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાયને યોગાભ્યાસ કર્યા હતા.

  પી.જી.પટેલ કોલેજમાં યોગ દિવસ ઉજવ્યો હતો

 મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની વિધીવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.પી.જી.પટેલ કોલેજ એકમાત્ર એવી કોલેજ છે કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષોથી કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા નિયમિતપણે યોગ દ્વારા શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે જેની ફલશ્રુતિ સ્વરૂપે વિધાર્થીઓમાં એકાગ્રતામાં વધારો, સ્મળતિ ક્ષમતામાં વધારો, અભ્યાસમાં રસ-પ્રરૂચિ, માનસિક સ્થિરતા વગેરે જેવી સકારાત્મક અસરો જોવા મળી છે તથા પ્રાધ્યાપકોમાં પણ વિષયમાં નિપુણતા અને ટીચિંગ સ્કીલમાં ઉન્નતી જોવા મળે છે.પરિણામે દર વર્ષે કોલેજના વિધાર્થીઓ નામાપધ્ધતિ જેવા મુખ્ વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી શકે છે અને યુનિવર્સીટી ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

 સાથે સાથે યોગનો પ્રચાર - પ્રસાર થાય, યોગ જન જન સુધી પહોચે અને યોગના ફાયદાઓ સમગ્ર સમાજને પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુસર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વિરપર મુકામે યોગ શીબીર શાળા બાંધવામાં આવી છે.જ્યાં સમયાંતરે અઠવાડીક અને ત્રિ-દિવસીય વિવિધ યોગ શીબીરનું આયોજન કરવામાં આવે છે.જેમાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો સહીત જાહેર જનતા પણ ભાગ લે છે.

ઉપરાંત યોગિક કાર્યો અને તેના પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલ વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવી કે રામ યોગ મંદિર ટ્રસ્, સોલીજી યોગ ફાઉન્ડેશન, વગેરેને પી.જી.પટેલ કોલેજ દ્વારા નિયમિત રીતે યથાશક્તિ અનુદાન પણ આપવામાં આવે છે.

 

 

 

(12:54 pm IST)