Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સલાયાના ગુન્‍હાના બે ફરાર આરોપી ઝડપાયા

જામનગર, તા., ૨૨: સલાયા પોલીસ સ્‍ટેશનના ગુના નંબર-૧૧૧૮પ૦૦૭રર૦૧૪૮/૨૦૨૨ આઇપીસી કલમ ૩૦૭ વિ.મુજબ ગુનાન કામેના આરોપી અકરમ રજાક સંઘાર રહે. સલાયા વાળો તા.૧૯-૬-ર૦૨૨ના જામનગર જી.જી.હોસ્‍પીટલમાં સારવારમાં દાખલ થયેલ હોય જે આરોપી તા. ર૦-૬-ર૦રરના દરમ્‍યાન જી. જી. હોસ્‍પીટલમાં દેવભુમી દ્વારકા જીલ્લાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા જામનગર પોલીસ કંટ્રોલરૂમ તરફથી વાયરલેસ મેસેજ આઉટ થયેલ હોય જેમાં આ આરોપી અકરમ રજાક સંઘારને પકડી પાડવા વોચ દરમ્‍યાન પોલીસ સ્‍ટાફના ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ તથા કાસમભાઇ બ્‍લોચ તથા ગજેન્‍દ્રસિંહ જાડેજાનાઓને બાતમી મળેલ કે આરોપી અકરમ રજાક સંઘાર વાઘેર રહે. સલાયા વાળો હાલ તુલશી ટ્રાવેલ્‍સ બાજુમાં તળાવની પાળે આ ગુનામાં સહઆરોપી અબ્‍દુલ કરીમ સલીમ ભગાડ વાઘેર સાથે ઉભેલ છે જેથી રાત્રે બન્ને આરોપીઓને પકડી પાડી પુછપરછ કરતા બન્ને આરોપી સલાયાના ઉપરોકત આઇપીસી કલમ ૩૦૭ના ગુનામાં પકડાયેલ ન હોવાનું અને આરોપી અબ્‍દુલ કરીમ સલીમ ભગાડ  આ ગુના સિવાય ગયા વર્ષે તાજીયાના તહેવારમાં સલાયા ખાતે  પોલીસની  ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ હોય જે ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાવેલ જેથી સદરહું બન્ને આરોપીને હસ્‍તગત કરી સલાયા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

 આ કામગીરી પેરોલ-ફર્લો સ્‍કવોડના પો. સબ ઇન્‍સ. એ.એસ. ગરચર તથા એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડ કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ, મહિપાલસિંહ સાદીયા તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

(1:23 pm IST)