Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમરેલી લક્ષ્મી ડાયમંડ કાું.એ પચ્‍ચીસમાં વર્ષે અમેરિકા - લાસવેગાસમાં JCK શોમાં ભાગ લીધો

અમરેલી : વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરા દ્વારા સ્‍થાપિત લક્ષ્મી ડાયમંડ કાુ.એ ચાલુ સાલે કંપનીના સ્‍થાપનાના પચાસ વર્ષ પૂર્ણ કરીને એકાવનમાં વર્ષે પ્રવેશ કર્યો છે ત્‍યારે લક્ષ્મી ડાયમંડ તથા સિગ્નસ ડાયમંડ જવેલરીના એમ.ડી. અશોકભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ અમેરિકાના લાસ-વેગાસ ખાતે આયોજિત વહછ શો-ર૦રરમાં આયોજિત ડાયમંડ તથા જવેલરીના આંતરરાષ્‍ટ્રીય પ્રદર્શનમાં ભાગ લઈને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મી ડાયમંડ કાુ.ને છેલ્લા ૧૦ વર્ષથી જેમ્‍સ એન્‍ડ જવેલરીના વિવિધ રાષ્‍ટ્રીય પાશ્રિતોષિક પ્રાપ્‍ત થાય છે ત્‍યારે જાપાન, તાઈવાન, કોરિયા, અમેરિકા, દુબઈ, બેલ્‍જિયમ, હોંગકોંગ, બેંગકોક, એન્‍ટવર્ષ એમ સમગ્ર વિશ્‍વમાં લક્ષ્મી ડાયમંડ કાુ.વ્‍યવસાય કરે છે ત્‍યારે વધુ એક વખત સતત પચીસમાં વર્ષે અમેરિકાની ધરતીપર આંતરરાષ્‍ટ્રીય પ્રદર્શનમાં ભાગ લઈને વસંતભાઈ ગજેરા, ચૂનીભાઈ ગજેરા, ગિરધરભાઈ ગજેરા,અશોકભાઈ ગજેરા, બકુલભાઈ ગજેરા એમ ગજેરા બંધુઓએ વતન અમરેલી, ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યુ છે આ તકે લક્ષ્મી ડાયમંડ કાુ. મુંબઈના એમ.ડી.અશોકભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે અમો ડાયમંડ માઈનિંગ કંપનીઝ, એકસપોર્ટ-ઈમ્‍પોર્ટ,પોલિશ્‍ડ ડાયમંડ તથા રીયલ ડાયમંડ જવેલરીમાં સતત પચાસ વર્ષથી અમારા કલાઈન્‍ટસના વિશ્‍વાસનું સંપાદન કર્યુ છે જેનું અમોને ગૌરવ છે  JCK શો-ર૦રરને સફળ બનાવવા લક્ષ્મી ડાયમંડ-મુંબઈના ડાયરેકટર ઉર્મિલ ગજેરા તથા શ્રીમતિ નેન્‍સી ઉર્મિલ ગજેરાએ જહેમત ઉઠાવી હતી.

(2:59 pm IST)