Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બોટાદની ખાનગી શાળામાં મંજુરી વગરનો 3000 લીટરનો ડીઝલ જથ્‍થો મળી આવતા મામલતદાર અને પુરવઠા અધિકારીનો દરોડો

શાળામાં એ.સી. અને વાહન માટે ડીઝલનો જથ્‍થો રાખવામાં આવ્‍યો હોવાનું જણાવતા શાળાના ટ્રસ્‍ટી

બોટાદઃ બોટાદની ખાનગી શાળામાં મંજુરી વગર ડિઝલ ટેન્‍ક હોવાની બાતમીના આધારે મામલતદાર અને પુરવઠાના અધિકારીઓએ દરોડો પાડતા 3000 લીટરનો ડીઝલનો જથ્‍થો મળી આવતા ટેન્‍કને સીલ મારી તપાસ શરૂ કરાઇ છે. ટ્રસ્‍ટીની પૂછપરછમાં શાળામાં એ.સી. અને વાહનો માટે ડીઝલનો જથ્‍થો રાખતા હોવાનું જણાવાયું છે.

શહેરની ખાનગી શાળામાં ઝડપાઈ 8000 લીટરની ડીઝલ ટેન્ક. શાળા પરીસરમાં શાળાના વાહનમાં ડીઝલ પુરવા માટે પમ્પની વ્યવસ્થા કરાઇ હોવાનો બચાવ. બાતમીના આધારે મામલતદાર તેમજ પુરવઠાની ટિમ પહોંચી સ્થળ પર મંજૂરી વગર 3000 લીટરનો ડીઝલ જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. ડીઝલનો જથ્થો ડીઝલ ટેન્ક સહિત સીલ મારવાની કામગીરી કરવાની તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદારે નિવેદન આપ્યું હતું. શાળા ટ્રસ્ટી દ્રારા એ.સી. શાળા હોય ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું તો મંજૂરી ન હોય તે વાત નો પણ સ્વીકાર કર્યો હતો.

બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ આર.એ.કળથીયા સ્કુલમાં આશરે 8000 લીટરનો સંગ્રહ કરી શકાય તે મુજબની ટેન્ક તેમજ ભૂગર્ભમાં એક ટેન્ક સાથે ડીઝલ ભરવાના 2 બેરલ સાથે ડીઝલ પમ્પ જોવા મળ્યો હતો.. બોટાદ મામલતદારને મળેલ માહિતી મુજબ આજ રોજ પુરવઠાની ટિમ સાથે અધિકારીઓ શાળા કેમ્પસ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં શાળાના કેમ્પસમાંજ  અલગ સર્વે નંબરમાં 8000 લીટરની ડીઝલ ટેન્ક તેમજ ભૂગર્ભમાં ડીઝલ ટેન્ક મળી આવી તેમજ શાળા કેમ્પસમાં બે બેરલ ડીઝલના મળી આવ્યા હતા. આ ઉપરાંત શાળાના વાહનમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર ડીઝલ પમ્પ પણ બનાવવામાં આવેલ હતો. જે બાબતની સંપૂર્ણ તપાસ કરતા મામલતદાર દ્રારા જણાવવામાં આવ્યું કે, આશરે 3000 લીટર ડીઝલનો જથ્થો ઝડપયો છે. તેમજ આ ડીઝલ રાખવામાં માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવેલી નથી.

જેને લઈ હાલ તો આ તમામ ડીઝલ ટેન્ક અને પમ્પને સીલ મારવામાં આવશે અને આગળ ની કાર્યવાહી કાયદાકીય રીતિ કરવામાં આવશે. ત્યારે શાળાના ટ્રસ્ટી જ્યંતીભાઈ દ્રારા આ મામલે પોતાની શાળાની ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરતા જણાવવામાં આવેલ કે શાળામાં એસી હોય તેના માટે ડીઝલનો વપરાશ હોય રાખવામાં આવે છે. પણ શાળાના કેમ્પસમાં બસમાં ડીઝલ ભરવા માટેનો સમય પણ મુકવામાં આવેલ હોય છે. જે બાબતનો ટ્રસ્ટી દ્રારા અસ્વીકાર કરી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયાના સીધા સવાલનો ગોળ ગોળ જવાબ આપી બચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ શાળામાં મળેલ માહિતી મુજબ આશરે 2000 વિધાર્થીઓ અભ્યાસ કરતા હોય શાળા કેમ્પસમાં આ પ્રમાણેનો ગેરકાયદેસર રીતે ડીઝલ પમ્પ બનાવવો કેટલો યોગ્ય અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે હાલ તો અધિકારી દ્રારા તપાસની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે પણ ખરા અર્થમાં તપાસ થવી જોઈએ અને આવા શાળા સંચાલકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ નહિતર આગામી દિવસોમાં અન્ય શાળામાં પણ ડીઝલ પમ્પ જોવા મળી શકે છે.

(5:28 pm IST)