Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ગારીયાધારનાં મીઠા કુવા પાસેથી ચોરાઉ બાઇક સાથે સંજય કોળી ઝડપાયો

 ભાવનગર,ગારીયાધર, તા.૨૨ : ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બનેલ ચોરના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સુચના આપી હતી.

જેથી ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા ગારીયાધાર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યારન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પો.કોન્સ. શકિતસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાધાર મીઠા કુવા પાસે એક ઇસમ કાળા કલરનું બજાજ કંપનીનું CT100 મો.સા. સાથે ઉભેલ છે. અને તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. સંજય ઉર્ફે કાળુ મોહનભાઇ જમોડ/કોળી ઉવ.૩૦ રહે.ટોળપાણ વિસ્તાર ગારીયાધાર જી.ભાવનગર વાળો હોવાનું જણાવતા તેને પકડી તેની કબ્જામાં એક કાળા કલરનું બજાજ કંપનીનું CT100 રજી નં - GJ-25-N-4962નુ મો.સા. મળી આવતા જે મો.સા.ના આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા કિ.રૂ.૨૫૦૦૦/-  સાથે અટક કરી આગળની કાર્યવાહી માટે રાણાવાવ પોલીસ સ્ટેશન જી.પોરબંદર ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.

આજથી બે મહીના પહેલા રાણાવાવ જી.પોરબંદર ખાતેથી મો.સા ચોરી કરી કરેલાનુ જણાવેલ હતું. 

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા તથા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહીલ  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(10:07 am IST)