Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જસદણમાં કતલખાને જતા પશુઓથી ભરેલ ટ્રક ઝડપાયોઃ બે આરોપીઓની ધરપકડ : જીવદયાપ્રેમીઓની મહેનત

જસદણ તા.રર : જસદણના જીવદયાપ્રેમ કાર્તિક રાજુભાઇ હુદડ અને રાજુભાઇ દડુભાઇ હુદડની સજાગતાના કારણે રાત્રીના કતલખાને જતા અનેક મુંગા પશુઓના બચાવ થયો હતો. બંને જીવદયા પ્રેમીઓને કારણે આટકોટ રોડ સર્કલ પાસે પોલીસે જીજેઓ-૧એચટી પ૪પ૯ નંબરના આઇસર ટ્રકમાં ચાર ગાયો અને ચાર વાછરડી ખીચોખીચ ભરેલ હતી. તેથ બે ઇસમો બાબુભાઇ વિભાભાઇ મેવાડા અને તેનો સગીરવયનો પુત્ર રાહુલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીહતી. પોલીસે ધંધુકાની ગલસાણા ગામના આ બંને આરોપી સામે, મુંગા પશુઓ કિંમત ૧.ર૦ લાખ, ટ્રક ૪ લાખ, મોબાઇલ બે નંગ રૂ.પપ૦૦ કુલ મળી પ,૮પ,પ૦૦નોમુદામાલ કબ્જે કરી ગાયો અને વાછરડીઓને પાંજરાપોળમાં મુકાવી હતી અને આરોપી સામે એનીમલ્સ એકટ ૧૯૬૦ની કલમ ૧૧(૧) (એ), (ઇ)(એફ)(એચ) અને આઇપીસી ૧૧૪, મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)