Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

મોરબી જિલ્લા શૈક્ષણિક મહાસંઘના હોદેદારો

મોરબીઃઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરબી જિલ્લાની ટીમની નવ રચના કરવામાં આવી જેમાં મોરબી જિલ્લાનાં શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા મોરબી જિલ્લાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકોનેઙ્ગ જવાબદારી આપેલ છે.અધ્યક્ષ તરીકે દિનેશભાઈ વડસોલા, મંત્રી તરીકે કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે પ્રદીપભાઈ કુવાડીયા, ઉપાધ્યક્ષ તરીકે કિરીટભાઇ દેકાવડીયા તથા હરદેવભાઈ કાનગડ, સહ મંત્રી તરીકે જયેશભાઈ જેઠલોજા તથા પરેશભાઈ બોપાલિયા, સંગઠન મંત્રી તરીકે હિતેન્દ્રભાઈ ગોપાણી, સહ સંગઠન મંત્રી તરીકેઙ્ગ ચેતનભાઈ ભાલોડિયા,ઙ્ગ કોષાધ્યક્ષ તરીકે બળદેવભાઈ મેરજા,સહ કોષાધ્યક્ષ અમિતભાઇ ખાંભરા આંતરીક ઓડીટર તરીકે પંકજભાઈ ઠોરિયા, પ્રચારમંત્રી તરીકે હિતેશભાઈ પાંચોટીયા , સહ પ્રચારમંત્રી તરીકે ગૌરવભાઈ ચંદ્રાસલા, કાર્યાલય મંત્રી તરીકે સતિષભાઈ પનારા, સહ કાર્યાલય મંત્રી વિનોદભાઈ ભંખોડીયા, જિલ્લા પ્રચાર ટોળીઙ્ગ પ્રાણજીવનભાઈ વિડજા, ગૌરાંગભાઈ ગોહેલ તથા ઘનશ્યામભાઈ વસાણીયા વગેરેએ જવાબદારી સ્વીકારી છે. ટિમના સભ્યોને વિપુલભાઈ અઘારા રાજકોટ વિભાગ સહકાર્યવાહ રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘએ શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ અને શિક્ષકોના હિતમાં સતત તત્પર રહેવા જણાવ્યું હતું આ તકે જયંતીભાઈ રાજકોટીયા વ્યવસ્થાપક શિશુ મંદિર, સુનિલભાઈ પરમાર સાહેબે આર.એસ.એસ.ના વિવિધ પ્રકલ્પોની વાત કરી હતી, મહેશભાઈ બોપલીયાએ ટીમની ઘોષણા કરી હતી અને આર.એસ.એસ.કાર્યકરોએ હાજર રહી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા હિતેશભાઈ ગોપાણી શૈક્ષિકઙ્ગ સંઘ મોરબીના પ્રથમ અધ્યક્ષે સંદ્યની કાર્યની ગતિની ગરિમા જણાવી હતી અને સંગઠનમાં કેવી રીતે કાર્ય કરવું તેની સમજ આપી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ દેકાવડીયા એ કર્યું હતું એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવેલ છે.નવા હોદેદારોની તસ્વીર.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ.મોરબી)(

(11:46 am IST)