Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જુનાગઢ સિવીલ હોસ્પિટલનાં ૧૪ર જુનીયર ડોકટરોની હડતાળ યથાવત

ડીડીઓ સાથે બેઠક બાદ કલેકટરને મળશે

જુનાગઢ તા.રર : જુનાગઢ સિવિલ હોસ્પિટલનાં ૧૪ર જુનીયર ડોકટરોની હડતાળ આજે પણ યથાવત રહી છે. આ તબીબો આજે કલેકટરને મળીને પોતાની વ્યથા રજુ કરશે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં જુનીયર તબીબોએ તેમને કેટલીક સમસ્યા અંગે લેખિત ફરીયાદ કરી હતી. છતાં પણ ઘટતુ કરવામાં ન આવતાં સોમવારથી ૧૪ર જુનીયર તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગમ્યુ છે.

કોવિડ-૧૯માં ભોજનની કવોલીટી, જુનીયર તબીબો સાથે વ્હાલા દવલાની નીતિમાં વિરોધમાં ડોકટરોની હડતાળ આજે પણ યથાવત રહેતા સિવિલ હોસ્પિટલની કેટલીક સેવાને અસર થઇ છે.

જુનીયર તબીબોએ જણાવેલ કે તેઓ માત્ર કોવિડને લઇને ફરજ ચાલુ રાખશે અન્ય કોઇ પ્રકારની સારવાર કે ફરજ કરશે નહી.

આ ડોકટરોની હડતાળને લઇ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ગઇકાલે ડીડીઓ પ્રવિણ ચૌધરીએ મેડીકલ કોલેજનાં ડીન, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ, આરએમઓ અને નોડલ ઓફિસર સાથે બેઠક કરી હતી. જેમાં કોઇ ઉકેલ આવ્યો ન હતો.

દરમિયાનમાં આજે જુનીયર ડોકટરો કલેકટર ડો. સૌરભ પારધીને મળીને પોતાની વ્યથા રજુ કરશે.

(12:57 pm IST)