Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જૂનાગઢમાં માસ્ક પહેર્યા વગર ફરતા અને જાહેરમાં થુકનાર ૧૨૩૦ વ્યકિત પાસેથી રૂ. ૨,૪૬,૪૦૦નો દંડ વસુલાયો

જૂનાગઢ,તા.૨૨: હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘના ધ્યાને આવેલ કે, પાન બીડીની દુકાનો તથા ચા પાણી ની કેબીનો ઉપર એકત્રિત થતા લોકો દ્વારા કોરોના સંક્રમણ વધારે ફેલાય છે. જેને કંટ્રોલ કરવા, કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળએ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, જેવા શહેર વિસ્તારમાં તેમજ વિસાવદર, મેંદરડા, બીલખા, ભેસાણ, જેવા ટાઉનમાંઙ્ગ પાન બીડીની દુકાનો તથા ચા પાણી ની કેબીનો ઉપર ચેકીંગ ચાલુ કરી, ખાસ ચેકીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ શહેર વિસ્તાર તથા વિસાવદર, મેંદરડા, જેવા ટાઉન વિસ્તારમાં પી.આઈ., પીએસઆઈ સહિતના પૂરા સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી, ચેકીંગ હાથ ધરી, ખાસ પાન બીડીની દુકાનો તથા ચા પાણી ની કેબીનો ઉપર તપાસણી કરી, વેપારીને ખાસ માસ્ક વગર તથા ત્યાં આવતા ગ્રાહકોને પણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન આશરે ૫૦ જેટલા વેપારીઓ અને ત્યાં આવેલા આશરે ૨૫૦ જેટલા ગ્રાહકોને માસ્ક વગર પકડી પાડી, દંડ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ કાર્યવાહી દરમિયાન એ ડિવિઝન પી.આઇ. જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પી.આઈ. આર.બી. સોલંકી, વિસાવદર પી.આઈ. એન.આર.પટેલ, ભેસાણ પીએસઆઇ આર.એ.જાડેજા, મેંદરડા પીએસઆઈ એ.બી.દેસાઈ તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યું.સોલંકી તથા સ્ટાફ દ્વારા ખાસ કાર્યવાહી કરી, પાન બીડીની દુકાનો તથા ચા પાણી ની કેબીનો ઉપર વેપારીઓને દંડ કરવામાં આવેલ છે, પણ સાથે સાથે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તમામ વેપારીઓની દુકાને દુકાને જઈ, વેપારીઓને પોતાના ગ્રાહકોને માત્ર પાર્સલ જ આપવા, માવા પાન ખાઈને જાહેરમાં થુકે નહીં તેવું જણાવવા, માસ્ક પહેરીને જ વેપાર કરવા ઉપરાંત માસ્ક પહેર્યા વગરઙ્ગ આવતા ગ્રાહકોને પાન, બીડી, ચા નહીં આપવા સુચનાઓ કરી, જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન બે દિવસમાં જૂનાગઢ ડિવિઝન દ્વારા માસ્ક નહીં પહેરવા બદલ કુલ ૧૨૩૨ વ્યકિતઓને કુલ રૂ. ૨,૪૬,૪૦૦/- નો દંડ કરવામાં આવેલ છે.

(12:58 pm IST)