Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

વેરાવળ સોમનાથ સુત્રાપાડામાં જુગારના ચાર દરોડા ર૪ ઝડપાયા

વેરાવળ, તા.૨૨: સોમનાથ સુત્રાપાડા વિસ્તારમાં શ્રાવણ માસની રાત્રે  જુગારધામો ધમધમવા લાગેલ હતા પોલીસે જુદા જુદા ચાર દરોડાઓ પાડી ર૪ જુગારીઓને કુલ મુદામાલ રૂ.૧,૧૪,૦૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

વેરાવળ ગોલારાણા સોસાયટીમાં જાહેર જુગાર રમતા હોય તે બાતમીના આધારે દરોડો પાડતા હીતેશ ધનસુખપુરી ગૌસ્વામી, હીરેન રાજુભાઈ હીરવણીયા, અક્ષય નારણભાઈ વાઘેલા, પ્રકાશ નારણભાઈ વાઘેલા, શની પ્રમેજીભાઈ પરમાર, મહેશ શાંતીલાલ વાઘેલાને રોકડા રૂ.૧૦ર૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

પ્રભાસપાટણના પી.આઈ જી.એ.રાઠવા ની સુચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે ઓમનાથ સોસાયટીમાં લાઈટના અજવાળે જાહેર જુગાર રમતા નરેશ માવજીભાઈ ચૌહાણ, કમલેશ ગોવિંદભાઈ પરમાર, મુકેશ વેલજીભાઈ પરમાર, નરેન્દ્ર ઉર્ફે પીયુષ નારણભાઈ સોઢા, વિષ્ણુ મંગળસિંહ દંતાણી, રાજુ ઠાકશીભાઈ ડાભી, નવીન બાબુભાઈ નકુમ, વિશાલ કીશોરભાઈ રાઠોડ, ડાયા માવજીભાઈ ચૌહાણને રોકડા રૂ.૪રર૬૦ તથા  મોબાઈલ નંગ ૮ રૂ.૪૦,૦૦૦ કુલ રૂ.૮રર૬૦ સાથે ઝડપી લીધેલ હતા.

પ્રભાસપાટણના ઈન્દ્રોય ગામે નવા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બટુક અરશીભાઈ વાજા, ભરત જાદવભાઈ પરમાર, ભરત નારણભાઈ વાઢેર, ભરત ભીમાભાઈ વાજા, માનસીગ રાજાભાઈ રાઠોડ, કરશન વરજાંગભાઈ રાઠોડને રોકડા રૂ.૧૪ર૮૦ સાથે ઝડપી લીધેલ હતા.

સુત્રાપાડા ના ખાંભા ટોબરા રોડ ઉપર જાહેર માં જુગાર રમતાનારણ અરજણભાઈ વાઢેર, કાળુભાઈ વાસાભાઈ વાઢેર, જગદીશ અરજણભાઈ વાઢેર ને રોકડા રૂ.૭પ૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

ચાર દરોડામાં ર૪ જુગારીઓને ઝડપેલ હતા તેમની પાસેથી મુદામાલ રૂ.૧,૧૪,ર૪૦નો કબજે કરેલ હતો.(

(12:59 pm IST)