Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જામનગરમાં ડમ્પરે મોટર સાયકલને હડફેટે લેતા પતિનું મોતઃ પત્નિને ઇજા

જામનગર, તા.૨૨: અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં રમાબેન ભુચરભાઇ કંકુભાઇ ભુદેળીયાએ ફરીયાદ નોંધાવી છે કે, વિજરખી ગામે એસ્સારનો પેટ્રોલ પંપની સામે આરોપી ડમ્પર જેના નં.જી.જે.-૧૩-એ-ડબલ્યુ ૪૮૯૭નો ચાલકે પોતાનું ડમ્પર બે ફીકરાઇથી ચલાવી લાવી ફરીયાદી રમાબેનના પતિ ભુચરભાઇ ઉ.વ.૩૫ વાળાને મોટરસાયકલ જેના નં.જી.જે-૧૬ એ.એમ.-૭૪૪૭ને હડફેટે લઇ રોડ ઉપર પછાડી દઇ માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી તથા જમણા હાથે છોલ છાલની ઇજા કરી સ્થળ ઉપર મૃત્યુ નિપજાવી નાશી જઇ ગુનો કરેલ છે.

રામેશ્વરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, રામેશ્વરનગર, માટેલ ચોક, શિવમ એસ્ટેટ શકિત પાર્ક-ર વાળી ગલીમાં વિનોદભાઇ અશોકભાઇ પાગવાણી, મુકેશભાઇ પ્રેમજીભાઇ ગોહિલ, પ્રવિણભાઇ જાદવભાઇ રામાણી, દિનેશભાઇ નાથાભાઇ પાણખાણીયા, વિનોદભાઇ વિરૂમલભાઇ ગંગવાણી, સંજયભાઇ લીલારામ અંબવાણી, જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે બેસી જુગાર રમી રમાડી કુલ રૂ.૧૭,૭૦૦/ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

ખોડીયાર કોલોનીમાં દારૂ સાથે ઝડપાયોઃ એક ફરાર

સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેષભાઇ જગદીશભાઇ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, ખોડીયાર કોલોની, બ્રાહ્મણ બોર્ડીગ પાછળ રોડ અજયસિંહ ઉર્ફે લાલો યોગેન્દ્રસિંહ જાડેજાએ એકટીવા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦-સી.ડી.-પ૧૯૪માં બોટલ નંગ પર, કિંમત રૂ.૨૬૦૦૦/ તથા એકટીવા મોટરસાયકલ  કિંમત રૂ.૧૫,૦૦૦ તથા એક ઓપો કંપનીનો મોબાઇલ ઙ્ગજેની કિંમત રૂ.૩૦૦૦/ ગણી કુલ મુદામાલ રૂ.૪૪,૦૦૦/ સાથે ઝડપાઇ ગયેલ છે. તથા અન્ય આરોપી ફરાી લાલુભા દશરથસિંહ જાડેજા રે. જામનગરવાળા દારૂની જથ્થો પુરી પાડી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

હડીયાણા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ.જીતેશભાઇ કરશનભાઇ મકવાણાએ ફરીયાદ  નોંધાવી છે કે, હડીયાણા ગામે પ્રાગજીભાઇ મુળજીભાઇ ગોધાણી, સંજયભાઇ વાલજીભાઇ નંદાસણા, હનીફભાઇ ઇબ્રાહીમભાઇ કારબાણી, મેરૂભાઇ ઘેલાભાઇ જુથર, કાનજીભાઇ મેઘાભાઇ ઝાપડા, શાંતિલાલ ઙ્ગલાલજીભાઇ કાનાણી જાહેરમાં જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૬૨૫૦ તથા મોબાઇલ નંગ-૪, કિંમત રૂ.૧૫૫૦૦/ તથા મોટરસાયકલ નંગ-૧, કિંમત રૂ.૧૦,૦૦૦/ મળી કુલ રૂ.૪૧૮૫૦/ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.(

(1:00 pm IST)