Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સાસણ નજીક સીમમાં મોજથી જુગાર રમતા ૧૦ શખ્સો પોલીસ ઝપટે ચડયા

જુનાગઢ, તા. રર : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘની સૂચનાથી જુનાગઢ ડીવીઝન જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ મેંદરડા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એ.બી. દેસાઇ, પો. હેડ કોન્સ. વીડી. ગીયડ, પો.કોન્સ. કૌશિકભાઇ પુરોહીત , પો. કોન્સ. કિરણભાઇ પાંચાભાઇ કરમટા વિગેરે પો.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન જામવાળી તરીકે ઓળખાતી સીમમાં આવેલ હાજી કાસમભાઇ જામ રે. સાસણ તા. મેંદરડા વાળો બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી તીનપતિ નામનો રોન પોલીસ નામનો જુગાર પૈસાની હારજીત કરી રમી રમાડતો હોય જેથી સદરહું જગ્યાએ રેઇડ કરી આરોપીને પકડયા હતા.

પકડાયેલ આરોપીઓમાં (૧) હાજી કાસમભાઇ જામ રહે. સાસણ તા. મેંદરડા (ર) અબ્બાસભાઇ જુમાભાઇ જા રહે. સાણ (૩) અકબર ઇસ્માઇલભાઇ ચૌહાણ રહે. સાણ (૪) અસરફ હસનભાઇ બ્લોચ, રહે. ચિત્રાવડ તા. તાલાલા (પ) સાજીદ હાસમભાઇ ચિરાજ જાતે મીયાણા રહે. સાસણ (૬) ઇસ્માઇલ ઉમરભાઇ સોઢા રહે. ચિત્રાવડ, (૭) આઝાદ ઇબ્રાહીમભાઇ સેતા રહે. ચિત્રાવડ (૮) મહેબુબ હાજીભાઇ દલ (૯) હારૂનભાઇ અલીભાઇ સુમરા રહે. ચિત્રાવડ તા. તાલાલા જી. ગીર સોમનાથ (૧૦) હાજી પીરૂભાઇ બ્લોચ જાતે મકરાણી રહે. સાસણ તા. મેંદરડા વાળાઓ વિરૂદ્ધ મેંદરડા પો.સ્ટે.માં જુ.ધા. કલમ ૪,પ મુજબ ગુન્હો રજી કરાવેલ.

કુલ રોકડા રૂ.૪૬૬૧૦ તથા મો.ફોન. ૮ કિ.રૂ. ર૯,૦૦૦ તથા મો.સા.નંગ-ર કિ.રૂ.પ૦,૦૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર, પાથરણુ કિ.રૂ. મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧,રપ,૬૧૦નો કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં મેંદરડા પો.સ્ટે. પો.સબ ઇન્સ. એ.બી. દેસાઇ, પો.હેડ કોન્સ. વી.ડી. ગીયડ, પો.કોન્સ. ગોવિંદભાઇ નારણભાઇ, પો.કોન્સ કિરણ્ભાઇ પાંચાભાઇ કરમટા, પો.કોન્સ. કૌશિકભાઇ પુરોહિત વિગેરે સાથે મળી કરેલ હતી.

(1:03 pm IST)