Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

પોરબંદરમાં લગ્ન થાય તેના આગલે દિવસે યુવાનનો કોરોના પોઝિટીવ રિપોર્ટ : જિલ્લામાં એક સાથે કોરોનાના પ કેસ

પોરબંદર, તા. રર :  જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. ગઇકાલે કોરોનાના એક  સાથે પ પોઝીટીવ કેસ આવ્યા હતાં. આ પ પોઝિટીવ કેસમાં પેરેડાઇઝ વિસ્તારમાં રહેતા ર૬ વર્ષના યુવાના લગ્નના આગલે દિવસે તેનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે અને લગ્ન મોકૂફ રાખવા પડેલ છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૪૧ પહોંચી છે.

ગઇકાલે કોરોનાના શંકાસ્પદ ૯૦ કેસમાં ૮પ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ અને બાકીના પ કેસના કોરોના પોઝિટીવ રીપોર્ટ આવેલ.

કોરોનાના પ પોઝિટીવ કેસમાં કડીયા પ્લોટમાં રહેતા ર૬ વર્ષનો યુવાન, વાઘેશ્વરી પ્લોટમાં રહેતા ૭૦ વર્ષના વૃધ્ધ, ખત્રીવાડમાં રહેતા ૪૪ વર્ષના યુવાન, તેમજ રેલ્વે કોલોનીમાં રહેતા ૩ર વર્ષના યુવાન અને પેરેડાઇઝ સિનેમાના ર૬ વર્ષના યુવાન કે જેમના લગ્નના થનાર હતાં તેમનો સમાવેશ થાય છે.  કોરોના પોઝિટીવ પ કેસના દર્દીના ઘર તથા ઘર પાસેનો વિસ્તાર કન્ટેઇનમેન્ટ  ઝોન જાહેર કરવામાં આવેલ છે.

(1:04 pm IST)