Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ઉપલેટા અને ગોંડલમાં એક-એક કેસ

અમરેલી જિલ્લામાં હાહાકાર : એક સાથે ૧૬ કેસ

અત્યાર સુધીમાં ૧૬ના મોત : કુલ કેસ રપ૯ : લોકોમાં ચિંતા પ્રસરી

અમરેલી, તા. ર૩ :  અમરેલી જીલ્લામાં હાહાકાર મચી ગયો છે અને એક સાથે ૧૬ પોઝીટીવ કેસ નોંધાતા ચિંતા પ્રસરી ગઇ છે.

આજે ૧ર વાગ્યા પહેલા અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૧૬ પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

જેમાં જાફરાબાદના ટીંબીના ૪૭ વર્ષીય પુરૂષ, ૬૬ વર્ષીય મહિલા, ૩પ વર્ષીય પુરૂષ. રાજુલાના કોટડીના ર૭ વર્ષીય યુવાન, રાજુલાના ૪૦ વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના આંબડીના ૪૦ વર્ષીય પુરૂષ, ૩૮વર્ષીય મહિલા, ૧૮ વર્ષીય યુવતી, સાવરકુંડલાના ધારના રર વર્ષીય યુવાન, દામનગરના ૩ર વર્ષીય પુરૂષ, ખાંભાના પ૦ વર્ષીય મહિલા, સાવરકુંડલાના લુવારાના ૩૩ વર્ષીય પુરૂષ, લાઠીના શેખપરીયાના ૪૪ વર્ષીય પુરૂષ, બગસરાના ૩૪ વર્ષીય પુરૂષ, અમરેલીમાં મોટા આંકડિયાના ર૮ વર્ષીય યુવાનના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

આજ સુધી કુલ ૧૬ મૃત્યુ, ૮ર સારવાર હેઠળ, ૧૬૧ ડિસ્ચાર્જ, કુલ રપ૯ પોઝિટીવ કેસ થયા છે.

ઉપલેટા-ગોંડલ

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં ૩૮વર્ષના યુવકનો તથા ગોંડલમાં વધુ એક વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ઉપલેટાના સ્મશાન રોડ પર ફારૂકી પ્લાઝામાં રહેતા અકીલભાઇ વાહીદભાઇ માલરીયા ઉંમર વર્ષ ૩૮ નો કોરોના કેસ પોઝિટીવ નોંધાયો છે.

ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા થઇ છે. કોરોના સંક્રમિત વિસ્તારને સેનેટાઇઝર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

(3:57 pm IST)