Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

મોરબીના જેતપર-મચ્છુ રોડની મુલાકાત લઇ તાકીદે મરામતની સુચના આપતા બ્રિજેશભાઇ મેરજા

મોરબી,તા.૨૨: જેતપર મચ્છુ રોડ પર ટ્રાફિકના અતિ ભારણને પગલે મસમોટા ખાડા મહેન્દ્રનગરથી શાપર સુધીના વિસ્તારમાં પડેલા જોવા મળે છે  પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાએ સ્થળ પર મુલાકાત લઈને માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેન્દ્ર આદ્રોજા અને સંબંધિત ઈજનેરોને તાકીદ કરી રોડ પરના મોટા ખાડાઓ તાકીદે મરામત જણાવ્યું હતું.

મોરબી-જેતપર-મચ્છુ રોડ પર આવેલ સિરામિક ઉદ્યોગપતિઓ જયંતીભાઈ દેત્રોજા, અનિલભાઈ સુરાણી, નીલેશભાઈ કાલરીયા, મણીલાલ પટેલ, ભરતભાઈ મેરજા, જયદીપભાઈ વાસદડીયા, સતીષભાઈ પટેલ સહિતના ૩૦ થી વધુ ઉદ્યોગપતિઓ સાથે આગેવાનોએ ઈજનેરોને સાથે રાખીને સ્થળ પર મીટીંગ યોજી હતી જેમાં સિરામિક એસોના અગ્રણીઓએ જે માંગણી કરેલી છે તે મુજબ મોરબી-જેતપર રોડના ખાડા રીપેર કરવા, બેલાથી ભરતનગર ખોખરા હનુમાન રોડનું કામ પૂર્ણ કરવા, રોડ પરના દબાણો હટાવવા તેમજ કંડલા બાયપાસનો બ્રીજ રીપેર કરવા અને પીપળી રોડ પર સતત ટ્રાફિકજામ રહેતો હોય જેથી ટ્રાફિક પોલીસની વ્યવસ્થાની માંગણીઓ અંગે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ચર્ચા કરી હતી

 જે બેઠકમાં જણાવ્યું હતું કે મોરબી કંડલા બાયપાસનો આરટીઓ પુલ રીપેર કરવા અગાઉ કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે પુલને સંપૂર્ણ રીપેર કરવા ટ્રાફિક અડચણરૂપ બનતા કલેકટર, જીલ્લા એસપી અને કાર્યપાલક ઈજનેર સાથે પરામર્શ કરીને પાંચ દિવસ બ્રીજ રીપેરીંગ માટે જાહેરનામાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવા નિર્ણય લીધો છે બ્રિજનું અઠવાડિયામાં રીપેરીંગ કામ હાથ ધરાશે. તે ઉપરાંત બેલા ખોખરા હનુમાન રોડ પંચાયત હસ્તક હોય જીલ્લા વિકાસ અધિકારી સાથે સ્થળ મુલાકાત લઇ અને એક કિલોમીટર કામ બાકી છે તે પૂર્ણ થાય તેમ જણાવ્યું હતું અને સંબંધિતોને સુચના આપી હતી.(

(10:06 am IST)