Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કાલાવડનાં કાલમેઘડામાં નદીના પાણી ફરી વળતા ભારે તારાજી

કોઝ-વે ઉપર પાણી ભરાયાઃ રખડતા પશુઓ-બેસવાના બાકડા તણાયાઃ પાક ધોવાઇ ગયોઃ વળતરની માંગણી

રાજકોટ તા. રર :.. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં ભારે વરસાદનાં કારણે નદીનાપુર ફરી વળતાં આ અંગે ભગીરથસિંહ જાડેજાએ સહાય - વળતર સહિતના મુદ્ે રજૂઆત કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં ફોફળ નદી પાણીના પ્રવાહ ઓચિંતા ગામમાં આવી જતા ગામની હાલના ચિંતાજનક ગંભીર પરિસ્થિતી આવી ગયેલ શુ કરવું શું ન કરવું કાલાવડ-જામનગર તલાટી શ્રી મામલતદાર ડી. ડી. ઓ. વિગેરેને જાણ કરેલ પરંતુ જે અધિકારીઓ કાલમઘેડા પહોંચી શકાય તેમ ન હતું ચારે બાજુ પાણી...પાણીમાં માખાકરોડ ગામનો કોઝ-વે પર પાણી હોવાને લીધે અધિકારીઓ કાલમેઘડા પહોંચી શકયા ન હતા જેમને પરત જવુ પડે તેવી હાલત હતી.

જે સમયે તલાટી-ટી.ડી.ઓ કાલાવડ જેમને કાલમઘેડા ગામના ભગીરથસિંહ જાડેજા ફોન દ્વારા જણાવેલ ગામના સાથે મળીને જેમને જવાબદારી સોંપેલ બધા સાથે મળીને વીસ ઘરને સ્થળાંતર કરી ફેરવેલ હાલ ગામની તારાજી સ્મશાનનો વંડો સુંપર્ણ ધોવાઇ ગયેલ છે. તેમજ બેસવાના - બાંકડા વીગેરે તણાઇ ગયા છે રખડતા પશુ તણાઇ ગયેલ છે નદીના કાંઠા ખેતરોમાં પાક ધોવાઇ ગયેલ છે. વિજળીના થાંભલા પાદરમાં જમીનદસ્ત થઇ ગયા છે. ઘરમાં પાણી ઘુસી જતા અમુક ઘરની ઘરના માલ-સામાન પાણી તણાઇ ગયેલ છે. કાલાવડ - જામનગર પણ જાણ કરેલ છે. તેમ અંતમાં ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું છે.

(11:48 am IST)