Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કેશોદ તાલુકામાં પીજીવીસીએલ દ્વારા વારાફરતી નવ સબ સ્‍ટેશનોમાં સમારકામના નામે વિજ કાપથી ગ્રાહકો પરેશાન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૨: પીજીવીસીએલ દ્વારા ઉનાળામાં પ્રિમોન્‍સુન કામગીરી કરવામાં આવેછે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિજ કાપથી લોકો પરેશાની ભોગવેછે ઉનાળામાં પ્રિમોન્‍સુનની કામગીરી કરવામાં આવી હોય તો માત્ર ચાર મહીનામાં સબ સ્‍ટેશન કે વિજ લાઈનોનુંᅠ શા કારણે સમારકામ કરવુ પડેછે એ પણ એક ચર્ચાનો વિષયછે કેશોદ સહીત આજુબાજુના વિસ્‍તારોના આવેલ સબ સ્‍ટેશન તથા લાઈનનું અગત્‍યનું સમારકામ કરવાનું હોય તેવી પ્રસિદ્ધિ કરી જુદા જુદા સબ સ્‍ટેશન બંધ રાખી સવારના આઠથી સાંજના પાંચ કલાક સુધી વિજ પુરવઠો બંધ રાખવામાં આવતા વિજ ગ્રાહકો પરેશાની ભોગવી રહયાછે ગત તા. ૧૭ થી આગામી તા. ૩૧ સુધીમાં કેશોદ ઉપરાંત કોયલાણા ઈસરા ખીરસરા મોટી ઘંસારી રાણીંગપરા ભાટ સીમરોલી સોંદરડા અજાબ સહીતના સબ સ્‍ટેશનોમાં વિજ પુરવઠો બંધ રાખી અને બંધ રાખવામાં આવનાર હોવાનીᅠ તારીખ જાહેર કરી વિજ પુરવઠો બંધ રહેશે તેવી પ્રસિદ્ધિ કરી આખો દિવસ વિજ પાવર બંધ રાખવામાં આવતા વિજ ગ્રાહકો પરેશાની ભોગવી રહયાછે સાથે પીજીવીસીએલ તંત્ર ઉપર રોષ વ્‍યક્‍ત કરી રહ્યાછે કે દર વર્ષે ઉનાળામાં પ્રિમોન્‍સુન કામગીરી દરમીયાન જરૂર જણાતા સબ સ્‍ટેશનો કે વિજ લાઈનનું સમારકામ કરવામાં આવતુ હોયછે તો માત્ર ત્રણથી ચાર મહીનામાં ફરીથી આટલા સબ સ્‍ટેશનમાં સમારકામ શા માટે કરવાની ફરજ પડે?
 હાલમાં ખેતીવાડી વિજ વપરાશમાં વધુ લોડ ન હોય ત્‍યારે આવી પરિસ્‍થિતિ છે તો થોડા દિવસો બાદ શિયાળુ પાકના વાવેતર સમયે શુ પરિસ્‍થિતિનું નિર્માણ થશે તે વિચારવું જ રહ્યું.
 

(10:29 am IST)