Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જામનગરમાં ગૌતમ ઉર્ફે ગુડા સીંગરખીયાની હિતેષ ઉર્ફે ફોગો રાઠોડના હાથ હત્‍યા

જામનગરઃ હનુમાન ટેકરી વિસ્‍તારમાં ગૌતમ દિનેશ સિંગરખીયા નામના ૨૦ વર્ષના યુવકની ઘાતકી હત્‍યાની ઘટના સામે આવી છે હાલ મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ ધરી છે(તસવીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં નિતીન દિનેશભાઈ સીંગરખીયા, ઉ.વ.ર૩, રે. શંકરટેકરી, સુભાષપરા, શેરી નં.૭, રામાપીરના મંદિરવાળી શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી નિતીનભાઈના ભાઈ ગૌતમ ઉર્ફે ગુડો દિનેશભાઈ તેના મીત્ર ધમા ફફલ સાથે ફરીયાદી નિતીનભાઈના જૂના મકાન જતા હતા ત્‍યારે રસ્‍તામા હનુમાન ટેકરી, મેલડી માતાના મંદિર પાસે રોડ પર  આરોપી હિતેષ ઉર્ફે ફોગો બાબુભાઈ રાઠોડ, રે. જામનગરવાળાએ ફરીયાદી નિતીનભાઈના ભાઈ ગૌતમ ઉર્ફે ગુડા દિનેશભાઈ સીંગરખીયા, ઉ.વ.રર વાળા સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી છરીનો એક ઘા ડાબા કાન પાછળ ગરદનના ભાગે મારેલ અને બીજો ઘા ડાબા પડખામાં મારી ગંભીર જીવલેણ ઈજા કરી મોત નિપજાવી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મહિપતસિંહ મનુભા રાઠોડ, ઉ.વ.૩૭, રે. લીમડા લાઈન રાજપુતપરા શેરીનં.ર, મહાલક્ષ્મી રેસીડેન્‍સી, ૧૦૩, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ પરેશ ઉર્ફે પરીયો, જનકસિંહ જાડેજા, પૃથ્‍વીરાજસિંહ મહોબતસિંહ મોટરસાયકલ સાથે એપાર્ટમેન્‍ટમાં આવી ફરીયાદી મહિપતસિંહના ઘરની બહાર બોલાચાલી કરતા હોય તે દરમ્‍યાન ફરીયાદી મહોબતસિંહ તેના ઘરે આવી જતા ઘર બહાર ત્રણેય આરોપીઓ હાજર હતા તે દરમ્‍યાન આરોપી પરેશ ઉર્ફે પરીયો એ ફરીયાદી મહિપતસિંહને કહેલ કે અશોકસિંહએ મારા વિરૂઘ્‍ધ ફરીયાદ કરેલ હતી અને તમે તેની સાથે કેમ ગયેલા હતા તેમ કહી ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી મહિપતસિંહ સાથે ઝપાઝપી કરી જેમ ફાવે તેમ ભુંડા ગાળો આપી જતા જતા આરોપી પરેશ ઉર્ફે પરીયાએ ફરીયાદી મહિપતસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દેશી દારૂ ઝડપાયો

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ફિરોજભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબાગામ ખારા વિસ્‍તાર મોબાઈલ ટાવરની બાજુમાં આરોપી ખુશાલ મોહનભાઈ રાઠોડ એ દેશી પીવાનો દારૂ લીટર ૧૪૦, કિંમત રૂ.ર૮૦૦ તથા દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો કિંમત રૂ.૧૬૬૦/ મળી કુલ રૂા.૧૯૪૦૦/ના મુદામાલ રાખી ઝડપાઈ ગયેલ છે.

(11:46 am IST)