Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સામખિયાળીમાં ફરારી આરોપી ઝબ્‍બે

ભુજ :.. પોલીસ મહા નીરીક્ષક જે. આર. મોથલીયા સરહદી રેન્‍જ ભુજ - કચ્‍છ તથા પૂર્વ કચ્‍છ ગાંધીધામ પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા તથા સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર રાપર તરફથી વિધાનસભા ચૂંટણી અન્‍વયે પોલીસ સ્‍ટેશનના ગુના કામે નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા મળેલ  સુચના અનુસંધાને પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર વાય. કે. ગોહીલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એસ. વી. ડાંગરનાઓની બાતમી આધારે સામખીયારી પોલીસ સ્‍ટેશન ગુ. ર. નં. ૧૧૯૯૩૦૦૧ર૧૦૩૪૧-ર૦રર ઇ. પી. કો. કલમ-૩૦૭, તથા જી. પી. એકટ કલમ-૧૩પ મુજબના ગુના કામે મનજીભાઇ નરશીભાઇ કોલી ઉ.વ.ર૯ રહે. વામકા તા. ભચાઉને પકડી પાડેલ હતો.

(11:54 am IST)