Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જુનાગઢ જાદવ પરિવાર દ્વારા ભકિત સંગીતનો કાર્યક્રમ

જુનાગઢ : શ્રી સ્વામિ નારાયણ મુખ્ય મંદિર ખાતે સ્વ. ચેતનભાઇ જાદવની પુણ્ય સ્મૃતિમાં ડો. શૈલેષ જાદવ પરિવાર દ્વારા શા. સ્વા. નારાયણ ચરણદાસજીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં શ્રી મ્યુઝિક પ્રસ્તુત ભકિત સંગીતનો કાર્યક્રમ પાર્શ્વ ગાયક દિપક જોષી, મોહિત પંડયા, તથા કલાવૃંદ એ રજૂ કરેલ જેમાં મંદિરના ચેરમેન દેવનંદન સ્વામી કોઠારી પ્રેમસ્વરૃપદાસજી કુંજ વિહારી સ્વામી, પી. પી. સ્વામી, પુજારી ધર્મકિશોર સ્વામી તેમજ ત્રિમૂતિ હોસ્પીટલના ડો. ડી. પી. ચિખલીયા તેમજ સેન્ટર ઓર્થોકેરી ઓથોપેડીક હોસ્પીટલના ડો. કશ્યપ આરદેશણા શુભમ હોસ્પીટલના ડો. ભાવેશ ટાંક તેમજ પૂર્વ મેયર ધીરૃભાઇ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા ઉપરોકત તસ્વીરમાં કથાનું રસપાન કરાવતા શા. સ્વા. નારાયણ ચરણદાસજી તેમજ ભકિત સંગીતનો કાર્યક્રમ રજૂ કરતા દિપક જોષી, મોહિત પંડયા, તેમજ અકિલાના માધ્યમથી આ ભાગવત કથાનો પ્રચાર અને પ્રસાર કરવા બદલ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સિધ્ધેશ્વર મહાદેવની છબી અર્પણ કરી ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કરતા ડો. શૈલેષ જાદવ તેમજ ઉપસ્થિત સંતો અને ડો. ડી. પી. ચિખલીયા સહિતના તબીબો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:29 pm IST)