Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોરબીમાં ૨૦૧૭માં અપક્ષ - નોટાએ ભાજપને અને ૨૦૨૦માં કોંગ્રેસને હરાવી !!

વર્ષ ૨૦૧૭માં ભાજપ ૩૪૧૯ મતે એટલે કે માત્ર બે ટકા મતે હાર્યું સામે અપક્ષ અને નોટામાં ૮૧૦૮ એટલે કે, ૪.૧ ટકા મત ગયાવર્ષ ૨૦૨૦માં કોંગ્રેસ ૪૭૦૦ મતે હાર્યું, સામે પક્ષે નોટા અને અપક્ષે ૧૮૦૦૦થી વધુ મત આંચકી લીધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૨: ભાજપનો ગઢ ગણાતી મોરબી - માળીયા વિધાનસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્‍ચે આ વખતે ત્રિપાંખીયો જંગ જમનાર છે ત્‍યારે આ ચૂંટણી જંગમાં અપક્ષ અને નોટાના મત હારજીત માટે બહુ મોટો ફાળો આપી રહ્યા હોવાનું પાછલી બે ચૂંટણીના પરિણામોના વિશ્‍લેષણ ઉપરથી સ્‍પષ્ટ બન્‍યું છે, વર્ષ ૨૦૧૭માં ભાજપના ઉમેદવાર ૩૪૧૯ મતે હાર્યા હતા આ સમયે અપક્ષ અને નોટામાં ૮૧૦૮ એટલે કે, ૪.૧ ટકા મત પડયા હતા. એજ રીતે વર્ષ ૨૦૨૦ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારી ૪૭૦૦ મતની હાર સામે ૧૮ હજારથી વધુ મત અપક્ષ અને નોટામાં ગયા હતા જો આ મત અપક્ષ નોટામાં ન ગયા હોત તો પરિણામો કંઈક અલગ જ જોવા મળ્‍યા હોત

વર્ષ ૨૦૧૭માં પાટીદાર ફેકટરના પ્રચંડ મોજામાં ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્‍યો હતો જેમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજા સામે માત્ર ૩૪૧૯ મતે પરાજિત થયેલા કાનાભાઇને કોંગ્રેસ કરતા અપક્ષ અને નોટા મત નડયાં હતાં.આંકડાકીય વિશ્‍લેષણ જોતા ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે માત્ર બે ટકા મતના ડિફરન્‍સ સામે અપક્ષ અને નોટામાં ૮૧૦૮ એટલે કે, ૪.૧ ટકા મત ગયા હતા માટે આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો નિર્ણાયક સાબિત થયા હતા.

મોરબી બેઠકનું ચૂંટણી પરિણામ (૨૦૧૭)

૧. બ્રિજેશ મેરજા - કોંગ્રેસ - ૮૯૩૯૬ - ૪૮.૪૩૫ ટકા મત ૨. કાંતિલાલ અમળતિયા - ભાજપ - ૮૫૯૭૭ - ૪૬.૫૮૩ ટકા મત ૩. નોટા - ૩૦૬૯- ૧.૬૭૪ મત -૧.૬૭૪ ટકા મત ૪. સુખાભાઈ કુંભારવાડીયા - અપક્ષ -૧૩૮૭ - ૦.૭૬૩ ટકા મત ૫. ગઢીયા ધર્મેન્‍દ્રભાઈ - અપક્ષ - ૧૨૩૬ - ૦.૬૮૧ ટકા મત ૬. ગોગરા દીપકભાઈ - અપક્ષ - ૭૬૮ - ૦.૪૨૮ ટકા મત ૭. મીરાણી વિવેક - અપક્ષ - ૬૯૦ - ૦.૩૮૬ ટકા મત ૯. અરજણભાઇ રાઠોડ - અપક્ષ - ૫૩૮ - ૦.૩૦૩ ટકા મત ૧૦. અરવિંદભાઈ કાવર - અપક્ષ - ૪૨૦ - ૦.૨૩૯ ટકા મત

૪.૧ ટકા મત અપક્ષ અને નોટાને મળેલ મત

વર્ષ ૨૦૨૦માં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્‍ય બ્રિજેશ મેરજાએ પક્ષ પલટો કરી ભાજપનો કેસરિયો ધારણ કરતા આવી પડેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે બ્રિજેશ મેરજાને ચૂંટણી મેદાનમાં ઉતારી જીતવા માટે કેન્‍દ્ર રાજ્‍યના નેતાઓને મેદાનમાં ઉતારવા છતાં મોરબી - માળીયા બેઠક ઉપર કોંગ્રેસના જ્‍યંતિભાઈ પટેલ માત્ર ૪૭૦૦ જેટલા મતે જ પરાજિત થયા હતા. અહીં કોંગ્રેસની હાર માટે અપક્ષ ઉભેલા લઘુમતી ઉમેદવારો હતા. પેટાચૂંટણીમાં અપક્ષ અને નોટા મળી ૧૮ હજાર મત કપાયા હતા જો અપક્ષ ઉમેદવારો મેદાને ન હોત તો ચૂંટણી પરિણામો કંઈક અલગ જ આવ્‍યા હોત.

પેટા ચૂંટણી - ૨૦૨૦ આંકડાકીય વિશ્‍લેષણ

૧. જયંતીલાલ જેરાજભાઇ પટેલ - ૬૦૦૬૨ મત ૨. બ્રિજેશ મેરજા- ૬૪૭૧૧ મત ૩. ભટ્ટી હુશેનભાઇ ભચુભાઇ - ૮૭૦ મત ૪. કાસમ હાજીભાઇ સુમરા - ૨૫૯ મત ૫. જાદવ ગીરીશભાઇ ગોવિંદભાઇ - ૧૯૧ મત ૬. જેડા અબ્‍દુલભાઇ હાજીભાઇ - ૧૬૭ મત ૭. પરમાર વસંતલાલ દામજીભાઇ - ૬૬૪૯ મત ૮. બ્‍લોચ ઇસ્‍માઇલ યારમહમદભાઇ - ૨૧૦૭ મત ૯. ભીમાણી જયોત્‍સનાબેન સવજીભાઇ - ૫૩૯ મત ૧૦.મકવાણા પરસોતમ વાલજી - ૫૧૩ મત ૧૧. મોવર નિઝામભાઇ ગફુરભાઇ - ૩૧૬૨ મત ૧૨. સીરાજ અમીરઅલી પોપટિયા - ૧૨૩૬ મત ૧૩. નોટા ૨૮૮૬ મત

૧૮૫૭૯ - નોટા અને અપક્ષને મળેલા મત

આ સંજોગોમાં વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ, ભાજપ અને આપ એમ મુખ્‍ય ત્રણ હરીફ પક્ષની સાથે ૧૦થી વધુ અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હોય આગામી તા. ૮ ના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામોમાં નોટા અને અપક્ષ કયાં પક્ષની જીત આડે અંતરાય ઉભો કરે છે તે જોવું રહ્યું.

(1:31 pm IST)