Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાવનગર માં ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓને મતદાન કરવા માટે ૧૦ ફેસિલિટેડ સેન્ટરો ઊભા કરાયા

કર્મચારીઓ બેલેટ પેપર મારફત મતદાન કરી પોતાની મતદાન પ્રત્યેની ફરજ અદા કરશે

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગર જિલ્લામાં અંદાજીત કુલ -૧૪૯૮૧ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેમો મોટી સંખ્યામાં પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી શકે તે હેતુથી ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા મત વિભાગ પર તમામ તાલીમ સમય દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેમાં તાલીમ સમય દરમિયાન તથા તાલીમ સમય પૂર્ણ થયા પછી ૨ (બે) કલાક સુધી આવુ પોસ્ટલ બેલેટથી થનાર મતદાન ચાલુ રહેશે તથા પોલીસ વિભાગ માટે અલાયદા ૩ (ત્રણ) સેન્ટર પર પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ફેસીલીટેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જેમાં ૯૯-મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ૯:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી, ૧૦૦-તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા ખાતે તા.૨૩/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ૮:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી, ૧૦૧-ગારીયાધાર બેઠક ખાતે એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર ખાતે તા.૨૪/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી, ૧૦૨-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા,ગારીયાધાર રોડ- પાલીતાણા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૨થી તા.૨૫/૧૧/ ૨૦૨૨ ના રોજ ૯:૦૦ કલાક થી ૧૭:૩૦ કલાક સુધી, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય સર બી.પી. ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, વાઘાવાડી રોડ- ભાવનગર ખાતે તા.૨૩/૧૧/ ૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ૧૨:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી, ૧૦૪- ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા.૨૪/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ૯:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી અને ૧૦૫- ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે તા.૨૩/૧૧/૨૦૨૨થી તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ ૧૨:૦૦ કલાક થી ૧૭:૦૦ કલાક સુધી પોલીસ અધિક્ષકની કચેરી,  ભાવનગર ખાતે ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે તથા તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ માત્ર હોમગાર્ડ અને જી.આર.ડી.ના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ .પી.ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી. મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે તા૨૪/૧૧/૨૦૨૨ ના રોજ ૭:૩૦ કલાક થી ૧૭:૩૦ કલાક દરમિયાન અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ ૭:૩૦ કલાક થી ૧૭:૩૦ કલાક દરમિયાન ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરી શકાશે.
આ અંગે ૯૯-મહુવા બેઠક પર મામલતદાર મહુવા, ૧૦૦-તળાજા બેઠક પર આચાર્ય- સરકારી વિનયન કોલેજ તળાજા, ૧૦૧-ગારીયાધાર બેઠક પર બી.આર.સી.કો.-જેસર, ૧૦૨- પાલીતાણા બેઠક પર સર્કલ ઓફિસર- સિહોર, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય બેઠક પર તાલુકા વિકાસ અધિકારીશ્રી- ભાવનગર, ૧૦૪- ભાવનગર પૂર્વ બેઠક પર મ.શી.બી.એન .વિરાણી હાઈસ્કૂલ- ભાવનગર, ૧૦૫-ભાવનગર પશ્ચિમ બેઠક પર આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા- ભાવનગર, પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ગંગાજળિયા પોલીસ સ્ટેશન- ભાવનગર, નાયબ પોલીસ અધિકક્ષની કચેરી- મહુવા ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર- મહુવા, પોલીસ અધિકારીની કચેરી- પાલીતાણા ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર- પાલીતાણાને ફેસીલીટેશન સેન્ટરના ઇન્ચાર્જ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી છે

(7:01 pm IST)