Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી પાછો ઠંડીનો ચમકારો : કચ્છના નલિયામાં ૭.૮ ડિગ્રી , રાજકોટમા ૧૨.૭ ડિગ્રી : લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની અસર : પવનના સૂસવાટા

રાજકોટ તા.૨૩     રાજકોટ સહિત  સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી પાછો ઠંડીનો ચમકારો શરૂ થયો છે આજે સવારે કચ્છના નલિયામાં ૭.૮ ડિગ્રી , રાજકોટમા ૧૨.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની અસર થવા લાગી છે આ ઉપરાંત પવનના સૂસવાટા ફૂકાઈ રહ્યા છે.

          આજે સવારે અમદાવાદ ૧૩.૬ ડિગ્રી વડોદરા ૧૬.૨ ડિગ્રી , ભાવનગર ૧૫.૩ ડીગ્રી , ભુજ ૧૨.૮ ડિગ્રી , ડીસા ૧૧ દીવ ૧૪.૪, દ્વારકા ૧૫.૮, ગાંધીનગર ૧૨.૭ કંડલા ૧૩.૧, ઓખા ૧૭.૮ , પાટણ૧૧,  પોરબંદર ૧૨.૬, સાસણ અને વેરાવળમાં ૧૫.૨ તથા સુરતમાં ૧૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

 

(12:44 pm IST)