Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ટંકારા ગામે નવા ગ્રામ પંચાયત ભવનમાં "ગ્રામસભા" યોજાઈ

ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં "ગ્રામસભા" રાખવામા આવી હતી.જેમાં ગત ગ્રામ સભા ની કાર્યવાહીને બહાલી આપી હતી, જલ જીવન મિશન કાર્યક્ર્મ અંતર્ગત નલ સે જલ યોજનાની કામગીરી પુર્ણ થયાનો ઠરાવ, વર્ષ ૨૦૨૦/૨૧ અને ૨૦૨૧/૨૨ના પંદરમા નાણાં પંચ ની પુર્ણ થયેલ કામગીરીનું વાંચન, વર્ષ ૨૦૨૨/૨૩ના પંદરમા નાણાં પંચના કામોના આયોજનને બહાલી, ગામની નવી/જુની આંગળવાડી ને લગતા બ્લોક, કલર, લાઈટ, શૌચાલય જેવા ભૌતિક પ્રશ્નોની ચર્ચા તેમજ સો. ચો. વાર ઘરથાળના પ્લોટ માટે secc ડેટા રદ કરી જુની પદ્ધત્તિ મુજબ પ્લોટ ફાળવવાની ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠી હતી. સામાજીક કાર્યકર ભરતભાઇ સોલંકી દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના વાળા રજીસ્ટરમાં તત્કાલીન તલાટી કમ મંત્રીદ્વારા ગેરરીતી અને છેડછાડ કરી વાસ્તવીકતા છૂપાવવામાં આવી છે તેના પુરાવા રજુ કરી પગલા ભરવા લાયઝન અધિકારીને રજુઆત કરી હતી.

   આ તકે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ મોરબી જિલ્લા માંથી લાયઝન અધિકારી  રંજન બેન મકવાણા, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ , ખેતીવાડી વિભાગ, જી ઈ બી વિભાગ, આંગળવાડી વર્કર, આશા વર્કર, રેવન્યુ વિભાગના જવાબદાર વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં અને સ્થળ પર જ પ્રશ્નો ના નિકાલ કર્યા હતા.
 આજની "ગ્રામસભા"ના સચિવ રમેશભાઈ મકવાણા, ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ  ગોરધન ખોખાણી ,ઉપસરપંચ નીર્મળાબેન હેમંતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય  ભુપતભાઈ ગોધાણી, અગ્રણી  પંકજભાઈ ત્રિવેદી,ટંકારા ગ્રામ પંચાયત ના સદસ્ય  ઓ, સામાજીક આગેવાનો, વેપારીઓ, સામાજીક ન્યાય સમિતિ ના ઉપાઘ્યક્ષ હેમંતભાઈ ચાવડા , અરજણભાઇ ઝાંપડા તેમજ બહોળી સંખ્યામાં બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:17 pm IST)