Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

લીંબડી હાઇવે પર એક કરોડની ચોરી કરનાર કંજર ગેંગ ઝડપાઇ:LCBએ મધ્યપ્રદેશની કંજર ગેંગના મુખ્ય આરોપી સહિત છ લોકોને દબોચી લીધા

પોલીસે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: લીંબડી નજીક ચાલુ ટ્રકનો પાછળનો દરવાજો તોડી 1.7 કરોડના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

લીંબડી હાઇવે પર એક કરોડની ચોરી કરનાર કંજર ગેંગ ઝડપાઇ છે LCBએ મધ્યપ્રદેશની કંજર ગેંગના મુખ્ય આરોપી સહિત છ લોકોને ધરપકડ કરી છે. સાથે જ પોલીસે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

 પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કંજર ગેંગ જે ટ્રકમાં કિંમતી સામાનની હેરફેર થતી હોઇ તેની રેકી કરતા અને ત્યારબાદ ટ્રકનો પીછો કરી ચોરીને અંજામ આપતા હતા. આ બનાવની વાત કરીએ તો લીંબડી નજીક ચાલુ ટ્રકનો પાછળનો દરવાજો તોડી 1.7 કરોડના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જેમાં ફરિયાદને આધારે પોલીસે CCTV ચેક કરતા આરોપી ટ્રકમાંથી માલસામાન ઉતારતા દેખાયા હતા. જેથી સુરેન્દ્રનગર LCB,SOG અને લીંબડી પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા હતા અને આરોપીને દબોચી લીધા હતા.હાલ પોલીસે ફરાર કંજર ગેંગના આરોપી મનીષ ઉર્ફે કાલુ, સંજુ ઉર્ફે સંજય, બંટી ઉર્ફે અરવિંદ, સંદીપ ઝાઝા, ઓમ પ્રકાશ કાલુરામને પકડી પાડવા કવાયત હાથ ધરી છે

 

(10:35 pm IST)