Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કચ્‍છમાં કામ દરમિયાન બે શ્રમિકોના મોત : બેકરીની લીફટમાં ફસાઇ જતાં અને ડ્રીલમાં વીજ આંચકો લાગતા જીવ ગયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્‍છના આદિપુરમાં બે અલગ અલગ બનાવોમાં કામ દરમ્‍યાન બે શ્રમિકોએ જીવ ખોયા હતા. આદિપુરમાં મૈત્રી રોડ ઉપર દીપક બેકરીમાં સામાન લીફટમાં લઇ જતી વેળાએ ૪૦ વર્ષીય નવીન રામા બાજીગરનું માથું લિફટ સાથે અથડાતાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેનું અરેરાટીભર્યું મોત નિપજયું હતું.

બીજા બનાવમાં આદિપુરના વોર્ડ ૪ બીમાં આવેલ મકાનમાં ડ્રીલ મશીનથી કામ કરતી વખતે ૩૦ વર્ષીય શ્રમિક હજારીલાલ નાનુ બાબુ ચૌહાણનું વીજ આંચકાથી મોત નિપજયું હતું. વિચિત્ર બનેલા આ બનાવમાં હજારીલાલ ડ્રીલનું કામ કરતી વખતે નીચે રહેલા પાણીના ટાંકામાં પડી જતાં તેને વીજ આંચકો લાગ્‍યો હતો. જેમાં તેનો જીવ ગયો હતો. પોલીસે બન્ને બનાવોની તપાસ હાથ ધરી છે.

(10:59 am IST)