Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડતાલ - જુનાગઢ - ગઢડા - ધોલેરા સહિત સંપ્રદાયના સંતો-હરિભક્‍તોએ મહારાજશ્રીનું વિશેષ પૂજન આરતી કરી શુભેચ્‍છાઓ પાઠવી

 વાંકાનેર,તા.૨૩ :  વડતાલ ગાદીના પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી ગાદી પદારૂઢના ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્‍યારે સત્‍સંગ મહાસભા દ્વારા સંપ્રદાયના સંતો-હરિભક્‍તોની ઉપસ્‍થિતીમાં જોળ મુકામે આચાર્ય મહારાજશ્રીનો ભાવવંદના કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. જોળમાં ચાલતી ભાગવત કથા પ્રસંગે યોજાયેલા ભાવવંદના સમારોહમાં વડતાલ, જુનાગઢ, ધોલેરા તથા ગઢપુર પ્રદેશના સંતો-ભક્‍તો ધ્‍વારા વિશેષ પૂજન તથા આરતી સાથે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

 આચાર્ય મહારાજશ્રી ગાદી પર પદારૂઢ થયા બાદ સંપ્રદાયનો સુવર્ણકાળ મધ્‍યાન્‍હે તપી રહ્યો છે. તેઓએ અમેરીકા, લંડન, ઓસ્‍ટ્રેલીયા, આફ્રીકા વગેરે દેશોમાં યાત્રા પ્રવાસો યોજી એન.આર.આઈ. ભક્‍તોને સત્‍સંગનો લાભ આપ્‍યો છે. આ ભાવવંદના કાર્યક્રમ પ્રસંગે વડતાલ, ગઢડા તથા જુનાગઢ ટ્રસ્‍ટી મંડળે આચાર્ય મહારાજશ્રીનું વિશેષ પૂજન કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 આ પ્રસંગે સત્‍સંગ મહાસભા તથા સદ્દગુરૂ સંતો દ્વારા મહારાજશ્રીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. દરમ્‍યાન પૂ.નિલકંઠચરણ સ્‍વામી, પૂ.નિત્‍યસ્‍વરૂપ સ્‍વામી, પૂ.હરિ-કાશ સ્‍વામી, પૂ.હરિજીવન સ્‍વામી, પૂ.નારાયણચરણ સ્‍વામી, પૂ.પ્રેમ સ્‍વામી, પૂ.સત્‍સંગભૂષણસ્‍વામી, પૂ.નૌતમપ્રકાશ સ્‍વામીએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરાનાં સંતો દ્વારા મહારાજશ્રીને હાર પહેરામણી કરી પૂજન કર્યું હતું.

 સત્‍સંગનાં આગેવાન હરિભક્‍તો દ્વારા મહારાજશ્રીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. પૂ.લાલજી મહારાજશ્રીએ પ્રાસંગીક ઉદ્વોધન કર્યું હતું. અંતમાં આચાર્ય મહારાજશ્રીએ ઉપસ્‍થિત સંતો- હરિભક્‍તોને આશીર્વચન પાઠવ્‍યાં હતાં અને ત્‍યારબાદ સંતો - હરીભક્‍તો દ્વારા સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વડતાલ મંદિરના મુ. કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્‍વામીએ કર્યું હતું. જયારે કાર્યક્રમનું સુંદર આયોજન પૂ.શ્‍યામવલ્લભ સ્‍વામીએ કર્યું હતું.

(11:58 am IST)