Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જૂનાગઢની સિવીલ હોસ્‍પિટલમાં આજથી પેલીએવીટ વોર્ડનો પ્રારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૩ : GMERS સિવિલ હોસ્‍પિટલ  અને મેડીકલ કોલેજ જુનાગઢ ખાતે છેલ્લા બે વર્ષથી ડે કેર કીમોથેરાપી સેન્‍ટર કાર્યરત છે.

 મહિનામાં ૩૦૦ થી ૪૦૦ દર્દીઓ ની ઓપીડી અને ૧૦૦ દર્દીઓ ની કીમોથેરાપી થાય છે.

કેન્‍સરનો વ્‍યાપ દિવસે ને દિવસે વધતો જાય છે કેન્‍સર નાં દર્દીની સાથે તેમના પરિવાર પણ શારીરીક માનસીક અને આર્થિક તકલીફોનો સામનો કરે છે..

ખુબ જ દુખાવો થવો, દુઃખાવાને લીધે મહિનાઓ સુધી વ્‍યવસ્‍થિત નિંદર નાં આવવી, ભુખ નાં લાગવી, ખુબ થાક લાગવો, લોહી ઉડી જવું, હાથ પગ માં સોજા ચડવા, તેમાંથી રસી નીકળવા, અન્‍ય કેન્‍સર માથી રસી થઇ જવા અને તેમાં જીવાત પડવી, આવી અનેકવિધ તકલીફો સાથે આખો પરિવાર ઘેરાયેલો જોવાં મળે છે.

આ બધી બાબતો નાં કાયમી નિરાકરણ માટે આજથીસાતમા માળે ૭૦૨, સિવિલ હોસ્‍પિટલ જુનાગઢ ખાતેથી અમો એક નવો પેલીએવીટ વોર્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ સાદી ભાષામાં કહીએ તો પેલીએટીવ વોર્ડ એટલે સળશ્રુ સારવાર જે તકલીફો ૧૦૦% સરખી નાં થઇ શકે તેમ હોય પરંતુ તેમાં ફાયદો કરાવી શકે તેવી સારવાર.

કેન્‍સર ઉપરાંત વાઇ, ટીબી, પેરાલીસીસ તેમજ જુનાં રોગોમાં પણ આ સારવાર આપવામાં આવશે.

અમારા લોકલાડીલા મેડીકલ સુપ્રિટેન્‍ડેન્‍ટ ડો. નયના લકુમના સ્‍વહસ્‍તે સિવિલ સર્જન ડો. પાલા  તેમજ RMO ડો. સોલંકીની વિશેષ ઉપસ્‍થિતીમાં આ વોર્ડનો શુભારંભ કરાયો હતો તેમ ડો. અજય પરમાર (કેન્‍સર એન્‍ડ પેલીએટીવ વોર્ડ ઇન્‍ચાર્જ) સિવિલ હોસ્‍પિટલ જુનાગઢએ જણાવ્‍યું છે. 

(1:17 pm IST)