Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામનગરમાં ગાંજા સાથે ઝડપાયેલ મહિલાના ઘરમાં ડાયરેકટ વિજ કનેકશન ઝડપાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૩ : સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન દ્વારા નીયામતબેન ગુલમામદ ઇસ્‍માઇલભાઇ શેખ (ઉવ.૬૫) રહે. ઘાંચીની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા ઢોકડ કાંઠો જામનગરને ગાંજા સાથે ઝડપી લીધી હતી.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એમ.બી.ગજ્જર, સર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા, સર્વેલન્‍સ સ્‍ટાફની ટીમ તથા પીજીવીસીએલ કંપનીના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે મહીલા આરોપીનું મકાન ચેક કરતા મકાનમાં પીજીવીસીએલનું મીટર લગાવેલ ન હોય અને પીજીવીસીએલના થાંભલામાંથી ડાયરેકટર કનેકશન મેળવેલનું સામે આવતા પીજીવીસીએલ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના ઘરનું વીજ જોડાણ કાપી નાખેલ છે. આ કામગીરી પો.ઇન્‍સ. એમ.બી.ગજ્જર, પો.સબ.ઇન્‍સ. બી.એસ.વાળા, તથા સીટી એ ડીવીઝન પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફ તેમજ પીજીવીસીએલના સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)