Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ધોરાજીના એપાર્ટમેન્ટમાં લાગેલી આગ એક કલાકે કાબુમાં: ઘરવખરી બળીને ખાખ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૩: ધોરાજીમાં પાંચ પીર વાડી વિસ્તારમાં રહેણાક મકાનમાં મોડી રાત્રિના ગુલશનને કાદરી નામના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બંધ મકાન માં  આગ લાગતાં એપાર્ટમેન્ટ માં અન્ય પરિવાર ના જીવ થયા હતા અધર તાલ બંધ મકાનમાં સોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન બંધ મકાન માં લાગેલ આગ ને કાબુ માં લેવા ધોરાજી નગર પાલિકા ના  ફાયર સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

બંધ મકાનમાં આગ લાગતાં આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ધોરાજી નગરપાલિકા ફાયર સ્ટાફ ને જાણ કરતા તાત્કાલિક બનાવ સ્થળે ૧૦૮ ની જેમ દોડી આવ્યા હતા.

તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો

ત્રીજા માળે બંધ મકાનમાં આગને કાબુ માં લેવા માટે ધોરાજી નગરપાલિકાના ફાયર સ્ટાફ એ જીવના જોખમે એપાર્ટમેન્ટની બહાર થી છત પર ચડી અને પાણીનો મારો ચલાવ્યો હતો.

 મકાનમાં રહેલ તમામ ઘર વખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો ઉપરોકત બનાવ અંગે રાત્રિના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો અને નગરપાલિકાના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.(તસવીર કિશોરભાઈ રાઠોડ)

(1:29 pm IST)