Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

લસણ - ડુંગળીની પુષ્કળ આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીથી ઉભરાયું

ડુંગળીની અંદાજે 40થી 50 હજાર ગુણીની આવક :ગોંડલ ખાતે ઐતિહાસિક આવક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલમાં લસણ – ડુંગળીની આવકને કારણે છલકાઈ ગયું હતું. ગોંડલ ખાતે ઐતિહાસિક આવક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે, જરૂરિયાત કરતા લસણની આવક નોંધાતા અને માલની ક્વોલિટીના મુદ્દે ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાની રાવ પણ ઉઠી હતી.

 સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતું અને ગુજરાતનું નં.1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની એતિહાસિક આવક નોંધાઈ છે લસણની મબલખ આવક અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાય ગયું હતું. આજે માર્કેટ યાર્ડમાં લસણની આવક નોંધાતા યાર્ડના મુખ્ય ગેટથી બંને બાજુ 4થી 5 કીમી 1500થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. હવે માર્કેટયાર્ડમાં લસણની હરાજી ચાલુ થઈ છે, લસણની હરાજીમાં 20 કીલોના લસણના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા.

(8:06 pm IST)