Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાયો: ૩૫૦ લોકોને આરોગ્યરૂપી કવચ પ્રાપ્ત થયું .

મોરબીમાં ગત ૨૨ જાન્યુઆરીના રોજ સમસ્ત ખવાસ-રજપૂત સમાજના જ્ઞાતિજનો માટે આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૫૦ લોકોને આરોગ્યરૂપી કવચ પ્રાપ્ત થયું હતું.

 આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકા તેમજ અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ-રજપુત સમાજ મોરબી યુવક મંડળના ઉપક્રમે ગત તારીખ ૨૨/૧/૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં વસતા સમસ્ત ખવાસ-રજપુત સમાજના ૩૫૦ જેટલા લોકો ઉપસ્થિત્ત થયા હતા. અને તેમણે આરોગ્યરૂપી કવચ મેળવ્યું હતું. આ કાર્યક્ર્મમાં મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હજાર રહ્યા હતા. અને તેમણે સમસ્ત ખવાસ રજપૂત સમાજની કામગીરીની બિરદાવી હતી.

 આ કેમ્પને સફળ બનાવવામાં અનિલભાઈ રાઠોડ, વિજયભાઈ હાડા, મેહુલભાઈ ડોડીયા, સુધીર સોલંકી, ભાવિક મકવાણા, નરેન્દ્ર ગોહિલ, ભાવિક રાઠોડ, યુવરાજ પરમાર, પંકજ રાઠોડ જહેમત ઉઠાવી હતી.

(11:28 pm IST)