Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબીના વજેપર વિસ્તારમાં તલવાર સાથે ઘરમાં ઘુસી આતંક મચાવનાર પાંચ ઝડપાયા.

તલવાર સાથે ઘરમાં ઘુસી ઘરવખરી-વાહનમાં નુકશાન પાંચ શખ્શોએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી.

મોરબીના વજેપર વિસ્તારમાં મારામારીનો ખાર રાખીને પાંચ ઇસમોએ તલવાર સાથે મહિલાના ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલ ટીવી, કબાટ અને ફળિયામાં પડેલા મોટરસાયક્લમાં નુકશાન કરી મહિલાના હાથની આંગળી કાપી નાખી તેમજ આરોપીઓએ ગાળો બોલી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા છે.

મોરબીના વજેપર શેરી નં ૨૩ માં રહેતા ચંદુભાઈ બાબુભાઈ થરેસાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પાડોશમાં રહેતા ફૈબા કાલીબેન સાથે આરોપી કરસન લખમણ કોળી, ગીરીશ નારણ સથવારા, દશરથ કોળી અને બે અજાણ્યા શખ્શો ગાળો આપી ઝઘડો કરતા હોય ત્યારે ફરિયાદી ચંદુભાઈ થરેસા ત્યાં પહોંચતા કરશને ફૈબાના માથાના ભાગે પાઈપ મારી દીધેલ અને ગિરીશે છરાનો ઘા મારવા જતા ફૈબા હાથથી રોકવા જતા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ફૈબાનો દીકરો મહેશ ઘરમાં હોય તેને મારવા ગયેલ અને મહેશ તેને ના મળતા આરોપીઓએ ઘરમાં રહેલ ટીવી અને કબાટમાં તલવારના ઘા મારી નુકશાન કર્યું અને ફળિયામાં મહેશનું મોટરસાયકલ પડ્યું હોય જેમાં તલવાર અને પાઈપના ઘા મારી નુકશાન કરી ગાળો બોલી ફરિયાદીના ફૈબાને ધમકી આપી હતી અને ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું ધમકી આપી ભાગી ગયા હતા જે મારામારીના બનાવમાં ફરિયાદી ચંદુભાઈ તેના ફૈબા કાલીબેનને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા
જ્યાં ફૈબાએ જણાવ્યું હતું કે હર્ષદના દીકરા ખોડાને કરશન કોળીએ ઝાપટું મારેલ જેથી કાલીબેને ઝાપટું કેમ મારી તેવું પૂછતા હથિયાર લઈને બધા શખ્શો ઘરે આવી મારામારી કરી ઘરમાં તોડફોડ કરી નુકશાન કર્યું હોવાનું જણાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી કરશન લખમણ કોળી, ગીરીશ નારણ સથવારા રહે બંને વજેપર શેરી નં ૧૫ મોરબી અને દશરથ કોળી રહે ત્રાજપર ગામ તા. મોરબી તેમજ બે અજાણ્યા શખ્શો એમ પાંચ વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી હતી અને પાંચેય આરોપીને ઝડપી લીધા છે.
પોલીસે આરોપી કરશન લખમણ બાંભણીયા, ગીરીશ નારણ સથવારા( રહે બંને વજેપર મોરબી )તેમજ દશરથ દેવજી વરાણીયા, વિષ્ણુ પ્રહલાદ ઠાકોર (રહે બંને ત્રાજપર મોરબી ૨ )અને રાહુલ રમેશ ધામેચા( રહે વેજીટેબલ રોડ મોરબી ૨) એમ પાંચ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:41 am IST)