Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જસદણ તાલુકામાં કનેસરા ગામે થશે તાલુકા કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણી

પૂર્વ તૈયારીઓની સમીક્ષા અને સ્થળ મુલાકાત લેતાં મામલતદાર એસ. જે. અસવાર

જસદણ :  આગામી ૨૬મી જાન્યુઆરી નિમિત્તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કનેસરા ગામે તાલુકા કક્ષાની ઉજવણી થવાની છે. રાષ્ટ્રીય પર્વ ગરિમાપૂર્ણ અને સુચારૂ રીતે ઉજવાય તે માટે જસદણ મામલતદાર એસ. જે. અસવારએ કનેસરા કન્યા પ્રાથમિક શાળાની સ્થળ મુલાકાત કરી હતી. ૭૪માં પ્રજાસતાક દિનની ઉજવણી અન્વયે જરૂરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા મામલતદારએ કરી હતી. અધિકારીઓને કામની વહેંચણી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

(12:58 am IST)