Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

દામનગર થી ભટવદર અને રાભડા ગામ ના પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા 4 કરોડ 77 લાખના રોડનુ ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા

લાઠી બાબરા દામનગર ના નવનિયુક્ત જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા વિકાસ ના કામો ને બહાલી આપવામાં આવી રહી છે સતત લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારમાં જે લોકો ની વર્ષો થી માંગ હતી રોડ રસ્તા ની તેવા રોડ રસ્તા ના કામો તેમજ વિવિધ વિકાસ ના કામો બાબતે ચર્ચા કરી સતત પ્રયત્ન કરી જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરી કામો ને મંજુર આપવા આવે છે દામનગર થી ભટવદર અને રાભડા ગામ ના લોકો રજુઆત ને ધ્યાનમાં રાખીને તત્કાળ ધોરણે રૂપિયા 4 કરોડ,77 લાખ ના ખર્ચે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ભટવદર અને રાભડા ગામ ના રોડ નુ ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ગામનાં સરપંચ શ્રી આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

   
(1:16 am IST)