Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સાવરકુંડલા : જીલ્લા લઘુમતી સેલના ઉપપ્રમુખ પ૦૦ યુવાનો સાથે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૩ : અમરેલીજિલ્લા ભાજપ લઘુમતી સેલના ઉપપ્રમુખ અને અમરેલી જિલ્લા  સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ જાવેદબાપુ કાદરી પોતાના ૫૦૦ યુવાનો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાય જતા ભાજપ લઘુમતી સેલ માં ભૂકંપ સર્જાયો છે.

ભાજપ છોડી કોંગ્રેસ માં જોડાયેલા જાવેદબાપુ કાદરીને કોંંગ્રેસનો ખેસ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ગુજરાત પ્રદેશ કોંૅંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી. અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશભાઈ જ્યાંણી જિલ્લા મહામંત્રી ઈકબાલ ગોરી નાગરિક બેંક ના મેનેજિંગ ડિરેકટર  અને શહેર કૉંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ હસુભાઈ સૂચક કિરીટભાઈ દવે નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ નાસિર ચૌહાણ  ઉસમાનભાઈ પઠાણ રાજેભાઈ ચૌહાણ વિગેરે કૉંગ્રેસી આગેવાનો એ આવકારી કોંગ્રેસ નો ખેસ પહેરાવ્યો હતો.

અને વિધિતર રીતે કૉંગ્રેસ માં પ્રવેશ કરેલ હતો

અને નગર પાલિકા માં કૉંગ્રેસ ના ઉમેદવારો ને જીતાડવા મહેનત કરી રહ્યાં છે.

(1:07 pm IST)