Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ખંભાળીયામાં ઓકિસજન ન મળતા પ્રૌઢ અને યુવકનું મોત

સપ્લાય બંધ થઇ જતા ખાનગી હોસ્પિટલ અને એમ્બ્યુલન્સવાળાઓ મુશ્કેલીમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારી વ્યાપક થતી જાય છે. ત્યારે ગઇ કાલે બે દર્દીઓનેે સમયસર ઓકિસજનની સુવિધાના મળતા તેમના કરૂણ મોત નિપજતા હતા.

ખંભાળિયા શહેરમાં રહેતા એક સતાવાર પ્રૌઢ તથા ગ્રામ્ય પંથકમાં રહેતા ૩૦ વર્ષના એક યુવાનને કોરોના થતા શ્વાસની તકલીફ થતા તેમને ખંભાળિયા ખાનગી હોસ્પિટલોમાં લઇ જવાયા હતા. તથા તમામ બેડ ફુલ હતા પણ સરકારીમાં જતા ત્યાં પણ બેડ ખાલી ના હોય ઇમરજન્સીમાં ઓકિસજનના મળતા બન્ને વ્યકિતઓ મૃત્યુ પામ્યા હતા.

શહેરમાં ચાર દિવસથી ઓકિસજનની ખાનગી સર્વિસ બંધ થઇ જતા પોતાની હોસ્પિટલ વાળા તથા ઓકિસજન વાળા એમ્બ્યુલન્સવાળા ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તો ખાનગી રાહે ઘરે ઓકિસજન લઇને ચલાવતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

(12:48 pm IST)