Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

જોડીયાના તારાણાની સીમમાં લૂંટ-હત્‍યાના ગુન્‍હામાં ર ને ઝડપી લેતી જામનગર એલસીબી પોલીસ ટીમ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૩: ફરીયાદી જગુભા ઉર્ફે જગતસિંહ  નિમુભા જાડેજા રહે. તારાણા તા. જોડીયાવાળાના ભાઇ ભુપેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૦) ની અજાણ્‍યા બે ઇસમોએ કોઇ પણ કારણોસર તિક્ષ્ણ હથીયાર વડે માથામાં  તેમજ શરીરના અન્‍ય ભાગે ગંભીર ઇજા કરી મોમાઇ કૃપા હોટલમાંથી મરણજનારના કબ્‍જામાંથી રોકડ રૂપીયા રર૦૦ ની લુંટ ચલાવી હતી.

પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમાર , પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી.

જેમાં લુંટ કરી ખુન કરેલ તથા જામનગર-રાજકોટની લુંટ તથા વાહન ચોરીમાં સંડોવાયેલ બે ઇસમો (૧) અસલમ ફરીદભાઇ કકલ રહે. ધરારનગર-૧ જામનગર (ર) જતીન અશોકભાઇ ભટ્ટી રહે. મચ્‍છરનગર જામનગર વાળાની સદર ખુન કેસમાં સંડોવણી હોવાનું ખુલવા પામેલ. મજકુર બન્ને હાલ જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર ધુંવાવગામ પાસે આવેલ હાઉસીંગ બોર્ડ પાસે રોડ ઉપર અન્‍ય ગુનાને અંજામ આપવા માટે મોટર સાયકલ લઇ ઉભા છે. તેવી હકિકત આધારે બન્ને ઇસમને પકડી પાડી લુંટમાં ગયેલ રૂા. રર૦૦ તથા ગુનાના ઉપયોગ મો.સા. હીરો સ્‍પ્‍લેન્‍ડર ૦૩ પ૩૦૮ કિ. રૂા. ર૦,૦૦૦ તથા મો.ફોન -ર કિ. રૂા. ૧પ૦૦૦નો તપાસ અર્થે કબ્‍જે કરવામાં આવેલ છે.

આ કાર્યવાહીમાં પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, કલ્‍પેશભાઇ મૈયડ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, રૂષીરાજસિંહ વાળા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા જોડીયા પો.સ્‍ટે.ના પો.સ.ઇ. શ્રી બી.એલ.ઝાલા તથા રાઇટર સંજયભાઇ મકવાણા, હરેશભાઇ વાઘેલા, રવીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.-

(1:36 pm IST)